ગુવાહાટી: સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આસામ પંચાયત ચૂંટણીમાં અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસની તુલનાએ 50 ટકા વધારે સીટો જીતી છે. બુધવારે જાહેર કરાયેલી મતોની ગણત્રી બાદ રાજ્ય ચૂંટણી પંચે ગુરૂવારે સાંજે ભાજપને આગળ રહેવાની માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

7768 સીટો પર ભાજપનો વિજય
ભાજપે ગ્રામ પંચાયત સભ્ય (GPM)ની 7768 સીટો, આંચલિક પંચાયત સભ્ય (APM)ની 653 સીટો અને જિલ્લા પરિષદ સભ્ય (ZPM)ની 223 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. જ્યારે પાર્ટીએ અત્યાર સુધી ગ્રામ પંચાયત અધ્યક્ષની 605 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. 
આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...
કઇ પાર્ટી કેટલી સીટો જીતી
વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અહી જીપીએમની 3948 સીટ, એપીએમની 365 સીટ, જેડપીએમની 131 સીટ અને જીપીપી 293 સીટો જીતી છે. રાજ્યમાં પાંચ ડિસેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે 21190 જીપીએમ, 2199 એપીએમ, 420 જેડપીએમ અને 2199 જેપીપી ચૂંટણી માટે ચૂંટણીનું આયોજન કર્યું હતું. 


છત્તીસગઢ LIVE: આજે રાહુલ દરબારમાં છત્તીસગઢનું કોકડુ ઉકેલવામાં આવશે...

મેદાનમાં આટલા ઉમેદવાર
નલબારી, બારપેટા, બોગાઇગાંવ, ધુબરી, દક્ષિણ સાલમારા, ગ્વાપારા, કછાર, હૈલકાંડી, કરીમગંજ અને હોજાઇમાં 169 જિલ્લા પરિષદ, 895 આંચલિક પરિષદ, 895 ગ્રામ પંચાયત અધ્યક્ષ, 8950 ગામ પંચાયત સભ્યોનાં ચૂંટણી માટે રવિવારે મતદાન થયું. ચૂંટણી મેદાનમાં કુલ 35056 ઉમેદવાર હતા. રાજ્યમાં પંચાયતની ચૂંટણીનો પહેલો તબક્કો 16 જિલ્લામાં પાંચ ડિસેમ્બરે થયો હતો. તેમાં 81.5 ટકા મતદાન થયું હતું.


રાફેલ ડીલ મામલે અમિત શાહે કોંગ્રેસ સામે તાક્યું નિશાન