પટના : બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA) માં સીટોની વહેંચણીની જાહેરાત થઇ ચુકી છે. તમામ પ્રકારની અટકળો પર વિરામ તો લાગી ગયો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હવે નવી હુંસાતુંસી ચાલુ થઇ ચુકી છે. પાર્ટીના પાંચ સીટિંગ એમપીની ટીકિટો કપાઇ ચુકી છે. આ તમામ સીટો જનતા દળ યુનાઇટેડ (JDU) ના ખાતે ગઇ છે. નવાદા જ્યાંથી ગિરિરાજ સિંહ સાંસદ હતા તેઓ લોકજનશક્તિ પાર્ટી (LJP) ના ખાતે ગઇ છે. તેમને બેગુસરાયથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. 
રાજકીય કબુતરબાજી: ગોવા પુર્વ CM દિગંબર કામત ભાજપમાં જોડાય તેવી શક્યતા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેડીયુનાં ખાતે જે સીટ ગઇ છે તેમાં વાલ્મિકીનગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપોલ, કિશનગંજ, કટિહાર, પુર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સીવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, કારાકાટ, જહાનાબાદ અને ગયાનો સમાવેશ થાય છે.  જ્યારે વૈશાલી હાજીપુર, સમસ્તીપુર, જુમઇ, ખગડિયા અને નવાદા સીટ લોજપાને ખાતે ગઇ છે. 


મનોહર પર્રિકર જેવું અનોખુ વ્યક્તિત્વ નથી જોયું: સારવાર કરતા ડોક્ટર્સની આંખો ભીની

સીટોની વહેંચણીની જાહેરાત બાદ લોજપાના પ્રદેશ અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે કહ્યું કે, 2019ની ચૂંટણીમાં ફરીથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે, આ વખતે એનડીએ 400 સીટો જીતશે. તેમણે કહ્યું કે, 2024 સુધી વડાપ્રધાન મોદી માટે કોઇ વેકેન્સી નથી. સાથે જ પશુપતિ કુમાર પારસે કહ્યું કે, ઝડપથી સંયુક્ત રીતે એનડીએ દ્વારા ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવશે. દિલ્હીમાં સોમવારે લોજપા સંસદીય બોર્ડની બેઠક થશે. જેમાં કઇ સીટ પરથી કયો ઉમેદવાર હશે, તેનો નિર્ણય લેવામાં આવશે.