ભાજપે લોકસભા ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો મોદી-શાહ ક્યાંથી લડશે ચૂંટણી?
ભાજપમાં ટીકિટ માટે મેરેથોન મંથન ચાલી રહ્યું હતું, જો કે લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચુકી છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નાં માટે ભાજપની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપ મહાસચિવ જેપી નડ્ડા ભાજપ મુખ્યમથક પર એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પહેલી યાદી સામે રાખી હતી. નડ્ડાએ દેશવાસીઓની હોળીની શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય ચુંટણી સમિતીની અનેક બેઠકો બાદ 184 ઉમેદવારોનાં નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. યાદીમાં પહેલું નામ વડાપ્રધાન મોદી છે. વડાપ્રધાન મોદી ફરીથી વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. હાલ શાહ રાજ્યસભા સાંસદ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ મોદિનીપુર, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો આસનસોલથી ચૂંટણી લડશે. નડ્ડાએ જણાવ્યું કે, પાર્ટીએ બિહારથી પાર્ટીનાં તમામ 17 ઉમેદવારોનાં નામને આખરી ઓપ આપ્યો.
ભારતીય જનતા પાર્ટીએ લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. 184 ઉમેદવારોનો પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા મેરેથોન મંથન બાદ લોકસબા માટેનાં ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. હોળીની ઉજવણી વચ્ચે ભાજપે પોતાનાં ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. ભાજપ દ્વારા 250થી વધારે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી યાદીમાં યુપીનાં આશરે 35 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી પોતાની વારાણસી સીટ પરથી જ ચૂંટણી લડશે જ્યારે લાલકૃષ્ણ અડવાણીની ફીક્સ ગણાતી ગાંધીનગર સીટ કપાઇ છે અને તે સીટ પરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લડાવવામાં આવશે.
- વડાપ્રધાન મોદી વારણસી લોકસભા સીટથી લડશે ચૂંટણી
- અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટથી લડશે ચૂંટણી
- નીતિન ગડકરી નાગપુર લોકસભા સીટથી લડશે ચૂંટણી
- રાજનાથ સિંહ લખનઉ લોકસભા સીટથી લડશે ચૂંટણી
PM મોદી વારાણસીથી લડશે લોકસભા ચૂંટણી
અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી
લાલકૃ્ષ્ણ અડવાણીની ટીકીટ કપાઇ
મુજફરનગર સંજિવ બાલિયાન
રાજનાથસિંહ લખનઉંથી લડશે ચૂંટણી
મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ લડશે
નાગપુરથી નીતિન ગડકરી લડશે ચૂંટણી
વી.કે સિંહ ગાઝિયાબાદથી લડશે ચૂંટણી
મથુરાથી હેમા માલિની લડશે ચૂંટણી
ફેચપુરસ્તિરી રાજકુમાર ચહેર લડશે
બદાયુ શ્રીમતી સંધમિત્રા મહાદેવ
સીતાપુરધથી રાજેશ કુમાર વર્મા
ઉનાવથી સાક્ષી મહરાજ
નંદુરબાર હિના વિજય કુમાર ચૂંટણી લડશે
વર્ધા રામદાસ ચંદ્રભાણજી ચૂંટણી લડશે
સ્મૃતિ ઇરાની અમેઠીથી લડશે લોકસભા ચૂંટણી
કરિમગંજ કૃપાનાથ માલા લડશે
મુંબઇ નોર્થથી પુનમ મહાજન લડશે ચૂંટણી
સાંગલીથી સંજય પાટિલ
મંત્રી કિરણ રિજીજૂ અરૂણાચલ પ્રદેશથી લડશે ચૂંટણી
બેલગામ શુરેશ અંગારી ચૂંટણી લડશે ૉ
બેલારી દેવેનઅપ્પા લડશે ચૂંટણી
ધારવાળ પ્રહલાદ વૈકટેશ જોષી
દાવનગીરી ગૌડા એમ સિદ્ધેસ્વરા
મંત્રી જીતેન્દ્રસિંહ ઉધમપુરથી લડશે ચૂંટણી
મૈસુરમાંથી પ્રતાંપ સિંહા લડશે
બેંગલોર નોર્થ સદ્દાનંદ ગૌડા લડશે
જુગલ કિશોર જમ્મુથી લડશે લોકસભા ચૂંટણી
ખાલીદ જહાંગીર શ્રીનગરથી લડશે લોકસભા ચૂંટણી
મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ લડશે ચૂંટણી
બાગપતથી સત્યપાલ સિંહ લડશે ચૂંટણી
અન્નત કુમાર હેગડે ઉત્તર કન્નાડાથી લડશે ચૂંટણી
ઉદયપુર અર્જુન મીના લડશે ચૂંટણી
કોટાથી ઓમ બિરલા લડશે લોકસભા
કોઇમ્બતુરથી સી.પી રાધાકૃષ્ણન લડશે ચૂંટણી
કન્યાકુમારીથી ઓમ રાધાકૃષ્ણન લડશે ચૂંટણી
ગોરખપુરથી અર્જુનસિંહ ચૂંટણી લડશે
કોલકત્તા દક્ષિણ ચંદ્રકુમાર બોઝ લડશે ચૂંટણી
અગાઉ ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતીની બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંન્ને ડેપ્યુટી સીએમ દિનેસ શર્મા અને કેશવ પ્રસાદ મોર્ય ઉપરાંત ભાજપ અધ્યક્ષ (યુપી) મહેન્દ્રનાથ પાંડે પણ હાજર રહ્યા હતા. આ મંથન બાદ એવી વાત સામે આવી રહી છે કે લોકસભા રામપુરથી જયાપ્રદાને મેદાનમાં ઉતારી શકાય છે. સાથે જ બિહારની તમામ 17 સીટો પર ભાજપ ઉમેદવારોની જાહેરા કરી શકે છે. જ્યારે મહારાષ્ટ્રની 21 સીટો પર નિર્ણય લેવાઇ શકે છે.
બંગાળમાં પણ 42 પૈકી 27 સીટો માટે નામ જાહેર કરવામાં આવી શકે છે. સુત્રો અનુસાર આસનસોલથી બાબુલ સુપ્રીયો લડશે, જ્યારે દાર્જિલિંગથી એસએસ અહલુવિયાની ટીકિટ આપવામાં આવી શકે છે. TMCથી ભાજપમાં જોડાયેલા સૌમિત્ર ખાનને પણ ટીકિટ મળી શકે છે. આ ઉપરાંત અનુપમ હજારાને પણ તક મળી શકે છે.