2019માં નરેન્દ્ર મોદીએ ધ્વસ્ત કર્યો 1984નો રાજીવ ગાંધીનો રેકોર્ડ
અત્યાર સુધી સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ રાજીવ ગાંધીના નામે હતો. 1984માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ જ્યારે લોકસભા ચૂંટણી થઈ હતી તો કોંગ્રેસે દેશભરમાં એકતરફી જીત હાસિલ કરી હતી. કોંગ્રેસે 48.1 ટકા વોટ શેરની સાથે રેકોર્ડ 400થી વધુ સીટ પોતાના દમ પર જીતી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રની રાજનીતિમાં જે દિવસથી નરેન્દ્ર મોદીએ પગ મુક્યો છે, ચૂંટણી બાદ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ઈતિહાસ નોંધાવતી રહી છે. 2014માં પ્રથમ વખત પૂર્ણ બહુમત હાસિલ કરનારી ભાજપે હવે 2019ની મોદી સુનામીમાં તેનાથી પણ મોટી જીત તરફ આગળ વધી રહી છે. આ જીત એટલી વિશાળ છે કે 1984ની રાજીવ ગાંધીની તે સિદ્ધિ પણ ફીકી પડી ગઈ છે જે ભારતીય ચૂંટણી રાજનીતિમાં શિખર પર બિરાજમાન હતી.
અત્યાર સુધી સામે આવી રહેલા ટ્રેન્ડ પ્રમાણે ભાજપ પોતાના દમ પર ન માત્ર પૂર્ણ બહુમતના જાદુઈ આંકડા 272 પાર કરી રહી છે, પરંતુ 300ને પાર કરતી દેખાઈ રહી છે. આ રીતે ભાજપ 2014ના 282 સીટોનો રેકોર્ડ તોડતું પણ દેખાઇ રહ્યું છે. એટલું જ નહીં મતદાનની ટકાવારી પ્રમાણે પણ ભાજપ ખુબ આગળ ચાલી રહ્યું છે અને તેના ખાતામાં 50 ટકાથી વધુ મત ટકાવારી આવતી દેખાઈ રહી છે. આ તે આંકડો છે જેને અત્યાર સુધી કોઈપણ પાર્ટી આઝાદ ભારતમાં સામાન્ય ચૂંટણીમાં પહોંચી શકી નથી.
અત્યાર સુધી સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ રાજીવ ગાંધીના નામે હતો. 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો કોંગ્રેસે દેશભરમાં એકતરફી જીત હાસિક કરી હતી. કોંગ્રેસે 48.1 ટકાના વોટ શેરની સાથે રેકોર્ડ 400થી વધુ સીટ પોતાના નામે કરી હતી. તે સમયે ભાજપની સ્થાપનાને માત્ર ચાર વર્ષ થયા હતા અને તેને 7.4 ટકા મત મળ્યા હતા.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: કોંગ્રેસનો રાયબરેલીનો ગઢ સાચવી રાખતા સોનિયા ગાંધી
પરંતુ હવે સ્થિતિ એકદમ અલગ છે. ભાજપ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે સતત ચૂંટણી જીતી રહી છે. મોદી બ્રાન્ડનો જાદૂ પણ ચૂંટણી રાજનીતિમાં ધમાલ મચાવી રહ્યો છે અને આ કારણ છે કે ચૂંટણીમાં જ્યાં વિપક્ષોએ ભેગા થઈને નરેન્દ્ર મોદીને સત્તામાંથી બહાર કરવાના તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ મોદીની સાથે તમામ વિપક્ષ ધરાશાયી થઈ ગયો છે. આ સાથે મોદીના નેતૃત્વમાં ભાજપે રાજીવ ગાંધીનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે.