નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં એનડીએના સાંસદોની સંખ્યા વધારવા માટે ભાજપની નજર દક્ષિણ ભારતમાં ગઠબંધન તરફ છે. તેના નેતાઓનું કહેવું છે કે પાર્ટી પોતાનો વિકલ્પ ખુલ્લો રાખવાના પક્ષમાં છે જેથી 2019માં સત્તામાં પરત ફરવા માટે વધુ પાર્ટીઓ પાસે સમર્થનની જરૂર હોવાની સ્થિતિમાં જરૂરી આંકડા ભેગા કરી શકાય. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં ભાજપ આ સુનિશ્વિત કરવા માટે કામ કરી રહી છે કે તે કઇ મજબૂત ક્ષેત્રીય પાર્ટી સાથે ગઠબંધન કરે અથવા તેની સાથે પોતાના સંબંધોને મધુર બનાવી રાખે જેથી જરૂર જણાતા તેમનું સમર્થન પ્રાપ્ત કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણના બાકી બે રાજ્યોમાં, કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન પરંપરાગત રીતે સારું રહ્યું છે તો કેરલમાં કોંગ્રેસ અને માકપાના નેતૃત્વવાળા બંને ગઠબંધનો વચ્ચે ભગવા પાર્ટી ચૂંટણીમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે સંઘર્ષ કરી રહી છે. કર્ણાટકને છોડીને તેમાંથી કોઇપણ રાજ્યમાં ભાજપ પ્રમુખ તાકાત નથી. એવામાં પાર્ટી દક્ષિણ ભારતમાં સ્થાનિક પક્ષો સાથે સૌહાદ જાળવી રાખવા માંગે છે. એક પાર્ટીના નેતા તમિલનાડુનું ઉદાહરણ આપતાં કહ્યું કે અન્નાદ્વમુકની સાથે મધુર સંબંધ હોવા છતાં પણ ભાજપને તેમની ચિર-પ્રતિદ્વંદ્રી પાર્ટી દ્વમુકનો તીખો વિરોધ કરવાનું ટાળ્યું છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી ગત વર્ષે બિમાર ડીએમકે નેતા કરૂણાનિધિને જોવા ગયા હતા. આ સાથે જ તે કરૂણાનિધિના નિધન બાદ પણ ગત મહિને ચેન્નઇ ગયા હતા.


ભાજપના સૂત્રોએ કહ્યું કે તેલંગાણામાં સારી સ્થિતિમાં છે અને સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)એ સંકેત આપ્યો છે કે તે ભગવા પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે. ટીઆરએસ પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્વશેખર રાવ કોંગ્રેસની ટીકા કરતા રહ્યા છે. એન ચંદ્વબાબુ નાયડૂ નીત તેલૂગૂ દેશમ પાર્ટીના એનડીએથી અલગ થયા બાદ આંધ્ર પ્રદેશમાં એનડીએ નબળું પડી ગયું હતું. પરંતુ ભાજપના નેતાઓનું માનવું છે કે રાજ્યની મુખ્ય પાર્ટી વાઇએસઆર કોંગ્રેસ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે અને તે ભાજપનું સમર્થન કરી શકે છે. 


ભાજપ અધ્યક્ષ અમિત શાહ દક્ષિણના રાજ્યોમાં પાર્ટીના આધારને વધારવા માટે પ્રયાસ કરે છે. પરંતુ જોવાનું એ બાકી છે કે પાર્ટીના પ્રદર્શનમાં કેટલો સુધારો થાય છે. ભાજપે 2014ની ચૂંટણીમાં કર્ણાટકમાં લોકસભાની 25 સીટોમાંથી 15 સીટો જીતી હતી. આંધ્ર પ્રદેશમાં 20માંથી બે, તેલંગાણામાં 17માંથી એક, તમિલનાડુમાં 39માંથી એક સીટ પર ભાજપને જીત મળી હતી. કેરલમાં તે એકપણ સીટ જીતી શકી ન હતી.