નવી દિલ્હી : સાડા ચાર વર્ષ પહેલા મે 2014માં વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભાજપ દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા, ત્યારે તેની પાસે કુલ 282 સીટો હતી. 1984 બાદ પહેલીવાર દેશમાં કોઇ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી હતી. ભાજપને સૌથી વધારે સીટો યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મળી હતી. બીજી તરફ રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યો એવા હતા જ્યાં તમામ સીટો ભાજપની પાસે જ હતી. જો કે સાડા ચાર વર્ષમાં દુર્ભાગ્યપુર્ણ રીતે તેના સાંસદોની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો. સોમવારે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધનથી ભાજપને કર્ણાટકમાં મોટુ નુકસાન પહોંચ્યું છે. 
282 સાંસદો સાથેની ભાજપ સરકાર પાસે હવે માત્ર 270 જ સાંસદો છે. ગત્ત સાડા ચાર વર્ષમાં ભાજપનાં 10 સભ્યોનું નિધન થયું છે. તેમાં રાજ્ય સભા સાંસદ અનિલ માધવ દવેનું નામ પણ જોડી દેવાય તો સંખ્યા ઓર વધી જાય છે. 543 સભ્યોની સંસદમાં ભાજપ પાસે 282 સાંસદ જીતીને આવ્યા હતા. હાલના સમયે 532 સભ્યોની લોકસભામાં ભાજપનાં 270 સભ્યો છે. બે નોમિનેટ સભ્યોને જોડીએ તો આંકડો 272 પર પહોંચે છે. જો લોકસભાની સંપુર્ણ સ્ટ્રેન્થ હોય તો ભાજપ પાસે હાલ પુર્ણ બહુમતી પણ નથી. જો કે હાલ લોકસભામાં સભ્યોની સંખ્યા 532 થઇ ચુકી છે. એવામાં બહુમતીનો આંકડો પણ ઘટીને 266 પર આવી ચુકી છે. 
મે 2014માં ભાજપ સરકારને બન્યે મહિનો પણ નથી કો કે કેન્દ્રીય મંત્રી ગોપીનાત મુંડેનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું હતું. ત્યાર બાદ 10 અન્ય સાંસદોનું નિધન થઇ ચુક્યું છે. 
1. ગોપીનાથ મુંડે, બીડ મહારાષ્ટ્ર
2. દિલિપ સિંહ ભૂરિયા, રતલામ, મહારાષ્ટ્ર
3. દલપત સિંહ શહડોલ, મધ્યપ્રદેશ
4. વિનોદ ખન્ના, ગુરદાસપુર, પંજાબ
5. ચાંદનાથ, અલવર રાજસ્થાન
6. સાંવર લાલ જાટ, અજમેર રાજસ્થાન
7. હુકુમ સિંહ, કૈરાના ઉત્તરપ્રદેશ
8. ચિંતામન બંગા, પાલઘર, મહારાષ્ટ્ર
9. ભોલા સિંહ, બેગુસરાય, બિહાર
10. અનંત કુમાર, બેંગ્લુરૂ, કર્ણાટક
11. અનિલ માધવ દવે, મધ્યપ્રદેશ, રાજ્યસભા સાંસદ
જે પૈકી 8 સાંસદોનાં નિધનથી ખાલી સીટોમાં યોજાયેલી મધ્યાંતર ચૂંટણી પર ભાજપ જીતી શકી નહોતી. બીડ, શહડોલ અને પાલઘર સિવાયની તમામ સીટો પર ભાજપનો પરાજય થયો હતો. જેનાં કારણે આ સીટો ભાજપના ખાતામાંથી સરકી ગઇ હતી.