નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. રાજનાથ સિંહને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો નિર્મલા સીતારમણ સંયોજક હશે. કમિટીમાં કુલ 27 સભ્યો છે. 2024ના રણમાં મિશન 400 પારનું લક્ષ્ય હાસિલ કરવામાં લાગેલી ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે. પહેલા ઉમેદવારોની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. હવે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત પાર્ટીએ કરી છે. આ લિસ્ટમાં પીયુષ ગોયલને સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. આ સિવાય 24 નેતાઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું સ્થાન
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી ઘોષણા પત્ર સમિટિની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમાં કુલ 27 સભ્યો છે. અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહ છે. તો નિર્મલા સીતારમણ સંયોજક અને પીયુષ ગોયલ સહ-સંયોજક છે. આ સિવાય 24 નેતાઓને સભ્ય તરીકે આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 



ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર કર્યું લિસ્ટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી 2024 માટે ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. આ ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની જવાબદારી દિગ્ગજ પાર્ટી નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે. આ યાદીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ છે. તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણદેવ સાયને પણ સામેલ કરવામાં આવ્યા છે.