મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે મંગળવારે જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની શકે છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજા કાર્યકાળની તક કદાચ જ મળશે. એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું કે, "ભાજપ લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તો બની શકે છે, પરંતુ સરકાર બનાવવા માટે તેને સાથી પક્ષોની જરૂર પડશે. આ પરિદૃશ્યમાં નરેન્દ્ર મોદીને બીજી તક મળવાની સંભાવના નથી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, તેઓ નવી દિલ્હીમાં આગામી 14 અને 15મી માર્ચના કેટલાક સ્થાનિક પક્ષો સાથે બેઠક કરવાના છે, જેમાં 'મહાગઠબંધન' અંગે ચર્ચા કરવામાં આવશે. સોમાવારે જ પવારે જાહેરાત કરી હતી કે, હવે લોકસભા ચૂંટણી લડશે નહીં. 78 વર્ષના પીઢ રાજકારણી એવા શરદ પવારે જણાવ્યું કે, તેમના પરિવારના બે સભ્યો આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે કોઈ એકે તો પાછળ ખસવું જ પડશે. 


શું ડો.મનમોહન સિંહ અમૃતસરથી લોકસભા ચૂંટણી લડશે? કેપ્ટને આપ્યો કંઈક આવો જવાબ 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....