નવી દિલ્હીઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને સાથે ભાજપે મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બે દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સોમવારે યોજાનારી આ બેઠકનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ બેઠકમાં ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી સોમવારે સવારે અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરશે. આ પછી તરત જ તેઓ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક માટે નવી દિલ્હી જવા રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ બીજેપી અધિકારીઓને પણ સંબોધિત કરશે. જેમાં આગામી ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપશે.


આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપની આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલા તમામ મુદ્દા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ચર્ચા કરશે. 


આ પણ વાંચોઃ દિલ્હીની હવા બની ઝેરી, નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ


ચૂંટણી રાજ્યોના રિપોર્ટ પર ચર્ચા થશે
બેઠકમાં જે રાજ્યોમાં ચૂંટણી થઈ છે ત્યાંના ચૂંટણી અહેવાલો પર પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પ્રભારીઓ વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનો અહેવાલ રજૂ કરશે. દિલ્હીના પ્રભારી એમસીડી ચૂંટણી સંબંધિત અહેવાલ પણ આપશે, જેમાં વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાંના પ્રભારીઓ પણ બેઠકમાં પોતપોતાના રાજ્યોની ચૂંટણી તૈયારીઓનો રિપોર્ટ રજૂ કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube