પિતા ભાજપમાં મંત્રી અને પુત્ર કોંગ્રેસની ટિકિટથી લડશે ચૂંટણી, સલમાન ખાન સાથે છે કનેક્શન
હિમાચલ પ્રદેશની ભાજપ સરકારમાં વિદ્યુત મંત્રી અનિલ શર્માએ કહ્યું કે તેઓ પુત્ર આશ્રય શર્મા વિરુદ્ધ પ્રચાર નહીં કરે. આશ્રય શર્માને મંડીથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા છે. આશ્રયને ટિકિટ આપવાના એક દિવસ બાદ અનિલ શર્માએ કહ્યું કે તેઓ પુત્ર વિરુદ્ધ પ્રચાર નહીં કરે.
શિમલા: હિમાચલ પ્રદેશની ભાજપ સરકારમાં વિદ્યુત મંત્રી અનિલ શર્માએ કહ્યું કે તેઓ પુત્ર આશ્રય શર્મા વિરુદ્ધ પ્રચાર નહીં કરે. આશ્રય શર્માને મંડીથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા છે. આશ્રયને ટિકિટ આપવાના એક દિવસ બાદ અનિલ શર્માએ કહ્યું કે તેઓ પુત્ર વિરુદ્ધ પ્રચાર નહીં કરે.
સુખરામના પુત્ર અનિલ શર્મા મંડી વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. મંડી વિધાનસભા વિસ્તાર ઉપરાંત 16 અન્ય વિધાનસભા ક્ષેત્ર મંડી સંસદીય મતવિસ્તારમાં આવે છે.
મોદીજી અમે પણ તમારી સાથે 'ચોકીદાર' હતાં, પરંતુ આપણે એક 'ચોર'ની પસંદગી કરી છે-ABVP
મંડી લોકસભા સીટ હેઠળ એક વિધાનસભા ક્ષેત્રથી ભાજપના વિધાયક હોવાના કારણે અનિલ શર્મા ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ શર્માના સમર્થનમાં અને કોંગ્રેસ ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મારા પિતા સુખરામ અને પુત્ર 25 માર્ચના રોજ કોંગ્રેસમાં ફરીથી સામેલ થયા બાદ ભાજપના નેતૃત્વને પહેલેથી જ જણાવી દેવાયું હતું કે કોંગ્રેસ આશ્રયને ટિકિટ આપશે તો હું તેના વિરુદ્ધ પ્રચારમાં નહીં ઉતરું.
આ અંગે સવાલ પૂછવા પર હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સતપાલ સિંહ સત્તીએ કહ્યું કે તમે લોકો આ મામલાને પાછળ કેમ પડ્યાં છો. આ તેમનો કૌટુંબિક મામલો છે. અમે જોઈશું કે શું કરવાનું છે. અનિલ શર્માએ કહ્યું કે હું મંડી સિવાય અન્ય બેઠકો પર ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા તૈયાર છું.
અત્રે જણાવવાનું કે શર્મા 1993 અને 2012માં રાજ્યમાં વીરભદ્ર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારો દરમિયાન મંત્રી હતાં પરંતુ ઓક્ટોબર 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ પિતા સાથે ભાજપમાં સામેલ થઈ ગયા હતાં. આશ્રય મંડીથી ભાજપના ઉમેદવાર તરીકે ઉતરવા માંગતા હતાં પરંતુ ભાજપે હાલના સાંસદ રામ સ્વરૂપને ટિકિટ આપી. ત્યારબાદ આશ્રય દાદા સાથે ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા.
જુઓ LIVE TV