પણજી : ગોવાનાં ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ શનિવારે પ્રદેશના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતી પર સવાલ ઉઠાવ્યો હતો. માઇકલ લોબોએ કહ્યું કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડ્યા બાદ ભાજપ ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તેમની સ્થિતી અત્યંત નાજુક છે. લોબોએ કહ્યું કે, પર્રિકર ડોક્ટરોની સતત નજર હેઠળ છે. તેમની તબિયતમાં સુધારો થવાની કોઇ જ શક્યતા અંગે કોઇ જ સ્પષ્ટ રીતે વાત નથી કરી રહ્યું. તેમણે કહ્યું કે જ્યાં સુધી પર્રિકર છે ત્યાર સુધી ગોવામાં નેતૃત્વ નહી બદલે. તેમણે કહ્યું કે, ડોક્ટર્સને પર્રિકરની સ્થિતીમાં સુધારો નથી જોવા મળી રહ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં સુધી પર્રિકર છે તેઓ જ મુખ્યમંત્રી પદ પર રહેશે.
માઇકલ લોબોએ કહ્યું કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતી ખુબ જ નાજુક છે. અમે બધા જ પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેઓ સ્વસ્થ થઇ જાય પરંતુ તેની શક્યતાઓ ઘણી ઓછી છે. લોબોએ કહ્યું કે, અમારા મુખ્યમંત્રી પર્રિકર જ છે અને કોઇ પણ તેમને પદ પરથી હટાવવાની માંગ નથી કરી. તેમણે કહ્યું કે જો પર્રિકરને કંઇ થાય છે તો નવા મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે. તેમણે કહ્યું કે, શુક્રવારે રાત્રે સીએમ પર્રિકરની સ્થિતી ખુબ જ લથડી ગઇ હતી. ત્યાર બાદ જ ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. 

પર્રિકરની સ્થિતી સુધારા પર 
લોબોએ કહ્યું કે, ત્રણ ધારાસભ્યોમાં યોજાનારી પેટા ચૂંટણી પણ નજીક આવી ચુકી છે અને બેઠકમાં તેના માટે ઉમેદવારની પસંદગી પણ કરવાની હતી. ગોવાના મંત્રી વિજય સરદેરાઇ કહ્યું કે, પર્રિકરની તબિયત બગડી છે પરંતુ સ્થિર છે. સરદેસાઇ ગોવાના પાંચ ધારાસભ્યોની સાથે પર્રિકરનાં ઘરે તેમને મળવા માટે ગયા હતા. પર્રિકરને મળવા પહોંચેલા તમામ ધારાસભ્યો રાજ્યનાં ભાજપ નીત સરકારનાં સહયોગી છે. તેમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના જયેશ સાલગાંવકર અને વિનોદ પાલ્યેકર અને અપક્ષ ઉમેદવાર રોહન ખોતે, ગોવિંદ ગાવડે અને પ્રસાદ ગાંવકરનો સમાવેશ થાય છે.