BJP ધારાસભ્યએ કર્યા બીજા લગ્ન:પત્નીએ PMને ન્યાય તોળવા કરી અપીલ
આરએસપુરા સીટના ભાજપ ધારાસભ્ય ગગન ભગત પર તેની પત્ની મોનિકા શર્માએ આરોપ લગાવ્યો કે તે વિદ્યાર્થીની સાથે લગ્ન કરીને તેની સાથે રહી રહ્યા છે
જમ્મુ : જમ્મુ અને કાશ્મીરમાં ભાજપનાં એક ધારાસભ્યની પત્નીએ પોતાનાં પતિ પર એક કોલેજ વિદ્યાર્થીની સાથે વિવાહોત્તર સંબંધ રાખવા અને તેની સાથે લગ્ન કરવાનું જાહેર રીતે આરોપ લગાવ્યો. આ મુદ્દે આ નવો વળાંક આવ્યો છે કારણ કે આ પ્રકરમાં ધારાસભ્ય પાર્ટીની અનુશાસન સમિતીની સામે રજુ થઇ ચુક્યા છે. ધારાસભ્યની પત્નીએ વડાપ્રધાન પાસે ન્યાયની માંગ કરી છે. જમ્મુ જિલ્લાની આરએસ પુરા સીટથી ભાજપના ધારાસભ્ય ગગન ભગત પર તેની પત્ની મોનિકા શર્માએ આરોપ લગાવ્યો કે તે વિદ્યાર્થીની સાથે રહી રહી છે.
મોનિકા ભાજપની મહિલા શાખાના પ્રદેશ સચિવ પણ છે. મોનિકાએ કહ્યું કે, તેની પાસે તે મહિલાનું આધારકાર્ડ પણ છે જેમાં તેના પતિએ કોલમમાં ગગન ભગતનું નામ લખેલું છે. વિદ્યાર્થીનીના પિતા પણ ભગત પર પંજાબની એક કોલેજથી તેની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. વિદ્યાર્થીનીનાં પિતા પુર્વ સૈનિક છે. વિદ્યાર્થીની અને ધારાસભ્યએ આરોપોનો ઇન્કાર કરી દીધો છે. પોતાને બદમાન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
ધારાસભ્યની પત્ની મોનિકાએ ભગતના આ દાવાનો ફગાવી દીધા કે તેઓ તેને દરેક મહિને એક લાખ રૂપિયા આપી રહ્યા છે. મોનિકાએ કહ્યું કે, એપ્રીલમાં ન્યાયાધીશની સામે ગુજારા ભથ્થા ફોર્મ પર હસ્તાક્ષર કરવા છતા તેમણે એક પૈસો પણ નહોતો આપ્યો.
વડાપ્રધાન મોદીને કરવામાં આવી અપીલ
ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું કે, તમે પોતાનાં પરિવારની પુત્રી ન્યાય માંગી રહ્યા છે, ન માત્ર પોતાનાં અને પોતાનાં બાળકો માટે પરંતુ તે યુવતી માટે જે માત્ર 19 વર્ષની છે. મોનિકાએ કહ્યું કે, તેમની તરફ ભાજપ ધારાસભ્યનાં લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. તેનાં આરોપોથી એક દિવસ પહેલા ભગતે જમ્મુમાં ભાજપની અનુશાસન સમિતીની સામે રજુ થઇને પોતાની સ્થિતી સ્પષ્ટ કરી હતી. ભગત અને મોનિકા સમિતીની સામે અલગથી રજુ થયા. આ દરમિયાન વિદ્યાર્થીનીના દાદાના નેતૃત્વમાં પ્રદર્શન થયું. ધારાસભ્યએ આરોપોનો ઇન્કાર કરતા દાવો કર્યો કે તે અને તેની પત્ની છુટાછેડા લેવાની પ્રક્રિયામાં છે.