Uttarakhand ને 3 મહિના બાદ ફરીથી મળશે નવા CM? શનિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક
ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીની (Uttarakhand) પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે ભાજપના રાજ્ય વિધાનસભા પક્ષની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રીના (CM) નવા ચહેરાની ઘોષણા થઈ શકે છે.
દહેરાદૂન: ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીની (Uttarakhand) પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે ભાજપના રાજ્ય વિધાનસભા પક્ષની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રીના (CM) નવા ચહેરાની ઘોષણા થઈ શકે છે.
નરેન્દ્રસિંહ તોમર રહેશે ઉપસ્થિત
સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે દહેરાદૂનમાં ભાજપના (BJP) ધારાસભ્ય પક્ષની બેઠક મળશે. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવશે.
આ પણ વાંચો:- તીરથસિંહ રાવત આપી શકે છે ઉત્તરાખંડના CM પદથી રાજીનામું, જેપી નડ્ડાને લખ્યો પત્ર
અનુભવી ચહેરાને મળશે કમાન
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ધારાસભ્યોમાંથી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. ભાજપના સૂત્રો કહે છે કે ઉત્તરાખંડમાં ફક્ત અનુભવી ચહેરાને કમાન આપવામાં આવશે. આ કરીને ભાજપનું નેતૃત્વ આ વખતે પણ ઉત્તરાખંડને આશ્ચર્યચકિત કરી શકે છે.
આ પણ વાંચો:- J&K: કુલગામ એનકાઉન્ટર પર Mehbooba Mufti એ કર્યા સવાલ, કહ્યું- આરોપો પર સ્પષ્ટતા કરે સરકાર
'મહામારીની અસર લોકોના રોજગાર પર'
દરમિયાન, સીએમ તીરથસિંહ રાવતે શુક્રવારે દહેરાદૂનમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યના લોકોના રોજગાર પર કોરોના મહામારીની અસર થઈ છે. આ માટે લોકોને આશરે 2 હજાર કરોડની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનોને 20 હજાર રોજગાર મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube