કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ ત્યારે બાબુલ સુપ્રીયોને મંત્રીમંડળમાંથી પડતા મુક્યા હતા. સુપ્રિયો મોદી સરકારના કાર્યકાળમાં પણ મંત્રી હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રિયોએ કહ્યુ કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તે રાજનીતિથી અલગ થઈને પોતાના ઉદ્દેશ્યને પણ પૂરા કરી શકે છે. તેના તરફથી તે વાત પર ભાર આપવામાં આવ્યો છે કે તે હંમેશા ભાજપનો ભાગ રહ્યા છે અને રહેશે. તે કહે છે કે તેના આ નિર્ણયને 'તે' સમજી જશે. 


સાંસદ તરીકે પણ આપ્યુ રાજીનામુ
બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામુ આપવાની સાથે સાંસદ પદેથી પણ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું કે, હું સાંસદ પદેથી રાજીનામુ આપી રહ્યો છું. આ સાથે તેમણે કહ્યુ કે, હું દિલ્હીમાં મળેલ સરકારી આવાસ પણ એક મહિનામાં છોડી દેવાનો છું. મહત્વનું છે કે વેસ્ટ બંગાળની આસનસોલ સીટથી 2014માં સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં તેમણે અહીંથી બીજીવાર જીત મેળવી હતી. 



છેલ્લા કેટલાક દિવસથી બાબુલ સુપ્રિયોના મૌન અને ભાજપમાં તેની ઓછી થતી ભૂમિકા પર ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા. અટકળો હતો કે બાબુલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. હવે તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે તમામ વિવાદો પર વિસ્તારથી વાત કરી છે. તેણે કહ્યું કે, પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ હતા. તે વાતો ચૂંટણી પહેલા બધાની સામે આવી ચુકી હતી. હાર માટે હું જવાબદારૂ લઉં છું, પરંતુ બીજા નેતા પણ જવાબદાર છે. 


મહત્વનું છે કે હાલમાં મોદી સરકારના મંત્રીમંડળના થયેલા વિસ્તારમાં બાબુલ સુપ્રિયોને બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મંત્રી પદેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું. ત્યારે પણ સુપ્રિયોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube