બંગાળમાં હિંસાનો દૌર ફરી શરૂ, હુમલામાં ઘાયલ થયા ભાજપના સાંસદ જયંત કુમાર રોય
સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ (BJP) કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો.
કલકત્તા: બંગાળની ચૂંટણી છતાં ભાજપ અને ટીએમસીમાં તણાવ ઓછા થવાનું નામ લેતા નથી. જલપાઇગુડીથી ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય (Dr.Jayanta kumar Roy) પર હુમલો થયો છે. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે.
જલપાઇગુડીમાં થયો હુમલો
જાણકારી અનુસાર ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય (Dr.Jayanta kumar Roy) પર હુમલો જલપાઇગુડીમાં થયો છે. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે ચૂંટણીબ આદ હિંસાના લીધે બેધર થયેલા ભાજપ કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. આ હુમલામાં તેમના સાથી ભાજપના 2 કાર્યકર્તા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
હિંસા પીડિતોને મળવા પહોંચ્યા હતા
સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ (BJP) કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો. જેમાં તેમના સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube