પવન સેંગર, લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મોહનલાલગંજ લોકસભા સીટથી ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના ઘરનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોતાના હાથની નસ કાપી લીધી છે. ત્યારબાદ અફરાતફરીમાં તેને લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તે સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદની વહુએ કરી આત્મહત્યાની કોશિશ
અત્રે જણાવવાનું કે સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ની વહુ અંકિતાએ રવિવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા. આ સાથે જ આત્મહત્યાની વાત પણ કરી. સિવિલ હોસ્પિટલમાં અંકિતા સારવાર હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું કે તેની હાલાત હવે ઠીક છે. તેના જીવને કોઈ જોખમ નથી. 


વહુ અંકિતાએ સાંસદના પરિવાર પર લગાવ્યો આ આરોપ
ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશારની પુત્રવધુ અંકિતા (Ankita) એ પતિ આયુષના ઘરવાળા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અંકિતાએ કહ્યું કે બધુ બર્બાદ થઈ ગયા બાદ જીવ આપી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી. પોલીસ સ્ટેશનની લઈને મોટા અધિકારીઓ સુધી કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. આયુષ (Ayush) ના પરિવારજનોએ મારો નંબર બ્લોક કરી દીધો છે. કોઈ સંસ્થા મારી મદદ માટે આગળ આવતી નથી. 


PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો

Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube