વર્લ્ડ ક્લાસ સ્કૂલ મુદ્દે ભાજપ-આપ આમને-સામને, સાંસદ પ્રવેશ વર્માએ વીડિયો શેર કરી જણાવી દિલ્હીની સ્કૂલોની હકીકત
મનીષ સિસોદિયાના ટ્વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ- સરકારી સ્કૂલોની આ હાલત જોઈને દુખ થાય છે. આઝાદ થયાના 75 વર્ષ થઈ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નહીં. કેમ?
નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સરકારી સ્કૂલોની કાયાપલટનો દાવો કરતી રહે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી દિલ્હીની સ્કૂલોને વર્લ્ડ ક્લાસ બનાવવાનો દાવો કરે છે. પાર્ટીએ સ્કૂલો અને શિક્ષણના મુદ્દા પર હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડથી લઈને ગોવામાં સરકારી સ્કૂલોની સ્થિતિને લઈને ત્યાંની સરકારો પર સવાલ ઉઠાવતી રહી છે. આ ક્રમમાં પાર્ટી હવે ગુજરાત પહોંચી ગઈ છે. મનીષ સિસોદિયાએ સોમવારે ગુજરાતની સરકારી સ્કૂલનો પ્રસાવ કર્યો અને તેની સ્થિતિનો ઉલ્લેખ કરતા ભાજપના 27 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા છે.
ભાવનગરની બે શાળાનો કર્યો પ્રસાવ
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને 27 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોને કેવી સરકારી સ્કૂલો આપી છે, તેની એક ઝલક જુઓ. ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભા ભાવનગરમાં મેં આજે બે સ્કૂલોનો પ્રવાસ કર્યો. ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારમાં જે સ્કૂલ છે ત્યાં ટોયલેટ એવા છે, તમે એક મિનિટ પણ ઉભા રહી શકો નહીં. અહીં ટીચર કઈ રીતે સાત કલાક સ્કૂલમાં રહીને બાળકોને ભણાવશે? વાલીઓએ કહ્યુ કે, બાળકો કે ટીચર્સને ટોયલેટ જવાનું હોય તો તે ઘરે જતા રહે છે. આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ટ્વીટ કર્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube