નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે રદ કરી સંસદીય દળની બેઠક
રામ સ્વરૂપ શર્માના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હીમાં થનારી સંસદીય દળની બેઠક રદ કરી છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બાકીના ઉમેદવારના નામ પર આજે બેઠકમાં ચર્ચા થવાની હતી. 


શું કહેવું છે પોલીસનું?
દિલ્હી પોલીસે જણાવ્યું કે મંડીથી ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માનું કથિત રીતે દિલ્હીમાં આત્મહત્યા કરવાથી મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ ઘરમાં ફંદે લટકતી હાલતમાં મળી આવ્યો છે. દરવાજો અંદરથી બંધ હતો. પોલીસના જણાવ્યાં મુજબ શર્માના સ્ટાફના એક વ્યક્તિએ ફોન કરીને જાણકારી આપી. શર્મા દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ પાસે બનેલા ગોમતી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ગોમતી એપાર્ટમેન્ટમાં અનેક સાંસદોના ઘર છે. 


Corona Update: કોરોનાના નવા કેસમાં તોતિંગ ઉછાળો, આ શહેરમાં વાયરસના પ્રકોપના કારણે લેવાયો મોટો નિર્ણય 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube