ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધૂડીએ લોકસભામાં પોતાના સાથી સાંસદને અપશબ્દો કહ્યા. તેમની નિવેદનબાજીને લઈને હંગામો થયો છે. 21 સપ્ટેમ્બરે નવી સંસદમાં યોજાયેલા વિશેષ સત્રના ચોથા દિવસે તેમણે જે પણ કઈ કહ્યું તેના પર બબાલ મચી છે. સાંસદ રમેશ બિધૂડીએ ચંદ્રયાનની સફળતા પર જ્યારે બોલવાનું શરૂ કર્યું તો પછી તેઓ જાણે ભાષાની મર્યાદા જ ભૂલી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમેશ બિધૂડીએ શરૂઆતમાં ચંદ્રયાન-3ની સફળતા બદલ દેશના વખાણ કર્યા પરંતુ પછી તેઓ આપત્તિજનક ભાષા પર ઉતરી આવ્યા. તેમણે એક મિનિટમાં 11 ગાળો બોલી નાખી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધૂડીના નિવેદન બાદ તેઓ લોકોના નિશાન પર છે. 


રમેશ બિધૂડીના નિવેદનને લઈને ખુબ હંગામો થઈ રહ્યો છે. તેમણે મહિલાઓની હાજરીને પણ નજરઅંદાજ કરી અને આપત્તિજનક શબ્દો કહ્યા. તેમણે બસપાના સાંસદ દાનિશ અલીને ગાળો આપી. ત્યારબાદ વિપક્ષે હંગામો શરૂ કરી દીધો. રમેશ બિધૂડીના નિવેદન બાદ જ્યારે વિપક્ષે હંગામો કર્યો તો રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતે સફાઈ આપવી પડી. તેમણે કહ્યું કે જો સાંસદની ટિપ્પણીથી વિપક્ષ આહત હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube