ભાજપના ઉત્તર-પશ્ચિમ દિલ્હી સીટના સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા
ભાજપ દ્વારા ઉદિત રાજના બદલે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પર પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે, તેનાથી નારાજ ઉદિત રાજ બુધવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને પછી તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાઈ જવાથી નારાજ સાંસદ ઉદિત રાજ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપ દ્વારા ઉદિત રાજના બદલે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પર પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે, તેનાથી નારાજ ઉદિત રાજ બુધવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને પછી તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
ઉદિત રાજ દિલ્હીની ઉત્તરપશ્ચિમ બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ બેઠક માટે લોકસભા સીટ પર મૌન જાળવી રાખ્યું હતું. ઉદિત રાજને આશા હતી કે તેમને ટિકિટ મળશે, પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કાપીને પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા અમારી પાસે નથીઃ NIA કોર્ટ
ભાજપ દ્વારા આ પ્રકારનો વ્યવહાર કરાયાથી નારાજ ઉદિત રાજે બુધવારે ટ્વીટ કર્યું કે, 'જો ભાજપે તેમને પહેલા જ જણાવી દીધું હોત કે તેમને ટિકિટ આપવામાં આવશે નહીં તો તેમેને આટલું 'દુખ' ન થતું.'