National Executive Meeting: આજથી ભાજપની રાષ્ટીય કારોબારી યોજાશે. જેમાં મોટા ફેરફારો થવાની પૂરી સંભાવના છે. નવી દિલ્હીમાં સોમવારથી એટલે કે આજથી બે દિવસની ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થઈ રહી છે ત્યારે સૌની નજર હવે પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે કોણ આવશે તેના પર મંડાયેલી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, જે.પી. નડ્ડાને રીપીટ કરાશે કેમ કે આ વરસે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી. અલબત્ત મોદી તેમની આદત પ્રમાણે સરપ્રાઈઝ આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડ્ડાના કાર્યકાળ દરમિયાન ભાજપ સતત જીતતો આવ્યો છે. નડ્ડા કોઈ પણ લાલચ વિના સતત કામગીરી કરે છે. જેઓએ સારી રીતે સંગઠનને સંભાળ્યું છે.  નડ્ડા પોતે મંત્રીપદ કે બીજી કોઈ લાલચ વિના સંગઠનના કામ માટે સતત દોડતા રહે છે તેનું વળતર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી અપાશે પણ ત્યા સુધી નડ્ડાને ચાલુ રખાશે.


દેશમાં આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકો કરે છે પડાપડી!, મફતમાં કરી શકાય છે મુસાફરી


તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો, મોદી સરકારની આ યોજના ખાસ જાણો


આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમત નહીં મેળવી શકે, આ દિગ્ગજ નેતાએ કર્યો દાવો


ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે પણ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મંત્રીમંડળમાં પણ સક્ષમ માણસોની જરૂર છે તેથી મોદી હાલ કોઈ ફેરફાર કરવાન મૂડમાં નથી. કારણ કે મોદી કોઈ પ્રયોગો કરવાની હાલમાં ઇચ્છા ધરાવતા નથી. આ માટે સી આર પાટીલનું નામ પણ ચાલ્યું હતું. જોકે, ગુજરાતમાં 26 બેઠકોને પગલે ભાજપ આ રિસ્ક લે તેવી સંભાવના ઓછી છે. પાટીલનો ઉપયોગ લોકસભામાં મોદી કરશે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે તેવી સંભાવના ઓછી છે કારણ કે દેશનું પીએમ પદ, ગૃહમંત્રાલય ગુજરાતીઓના હાથમાં છે. એટલે પાટીલને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી મોદી કોઈ નવા સંકેતો જવા દેવા માગતા નથી. પાટીલ સિવાયના નેતાઓ પણ આ પદ માટે લાઈનમાં છે જોકે, હાલમાં નવા પ્રમુખ માટે બની શકે કે કોઈ ફેરફાર ના થાય....ભાજપ હમેશાં કોથળામાંથી બિલાડું કાઢે છે પણ હાલમાં ફેરફારો થાય તેવી સંભાવના ઓછી છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube