BJP national executive meeting:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (3 જુલાઇ)ના રોજ હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી. પીએમએ સંબોધનમાં હૈદરાબાદને ભાગ્યનગર કરીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો નારો આપ્યો હતો. અમારી એક જ વિચાર ધારા છે- નેશન ફર્સ્ટ, અમારો એક જ કાર્યક્રમ છે- તુષ્ટિકરણ ખતમ કરી અમે તૃપ્તિકરણનો રસ્તો અપનાવ્યો.આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આપણે સમાજના દરેક વર્ગ વચ્ચે પહોંચવું છે. તેના માટે પાર્ટીને સ્નેહ યાત્રા નિકાળવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી દ્રૌપદી મુર્મૂની કરી પ્રશંસા
આ પહેલાં તેમણે બેઠકમાં એનડીએની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીની પ્રશંસા કરી અને તેને ઐતિહાસિક ગણાવી. તેલંગાણાના હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે પીએમની ટિપ્પણી સામે આવી છે. એએનઆઇના અનુસાર પીએમએ દ્રૌપદી મુર્મૂની વિનમ્ર શરૂઆત અને જીવનભર તેમના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ પાર્ટી કેડર સાથે લોકોની વચ્ચે તેમના જીવનના સંઘર્ષ અને સાદગી પર ભાર મુકવા કહ્યું. 

BJP રાષ્ટ્રીય કાર્યકારિણીમાં PM એ હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું, સરદાર પટેલને કર્યા યાદ


દ્રૌપદી મુર્મૂએ જીવનભર સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું
પીએમ મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને એ પણ કહ્યું કે જો 18 જુલાઇના રોજ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ ચૂંટાય છે તો દેશની પ્રથમ આદિવાસી મહિલા અધ્યક્ષ બનવા માટે દેશ માટે સન્માનની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જીવનભર સંઘર્ષ કરવા છતાં દ્રૌપદી મુર્મૂ તે પ્રાપ્ત કરવામાં અસફળ ન થઇ જેના માટે તે ઉભી રહી. તેમણે એ પણ કહ્યું કે દ્રૌપદી મુર્મૂએ જીવનભર સમાજના તે વર્ગના ઉત્થાન માટે કામ કર્યું. 

રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકની થઇ રહી હતી જાસૂસી? ભાજપ નેતાઓએ પકડ્યા ખુફીયા અધિકારી


'દ્રૌપદી મુર્મૂ આપણા દેશની મહાન રાષ્ટ્રપતિ હશે'
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે જ્યારે એનડીએ ઉમેદવારના રૂપમાં દ્રૌપદી મુર્મૂનું નામ જાહેર કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ (દ્રૌપદી મુર્મૂ) ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક 'મહાન રાષ્ટ્રપતિ' બનશે. દ્રૌપદી મુર્મૂજીએ પોતાન સમાજની સેવા અને ગરીબો, દલિત લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કરી દીધું છે. તેમની પાસે સમૃધ્ધ વહિવટી અનુભવ છે અને તેમનો કાર્યકાળ ઉત્કૃટ રહ્યો છે. મને વિશ્વાસ છે કે તે આપણા દેશની એક મહાન રાષ્ટ્રપતિ બનશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube