મોનસુન સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા નામ લગાડવાથી કશું થઈ જતું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ ઈન્ડિયા લગાવ્યું હતું અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા છે. 


પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વિખરાયેલો છે અને હતાશ છે. વિપક્ષના વલણથી એવું લાગે છે કે તેમને લાંબા સમય સુધી સત્તામાં આવવાની ઈચ્છા નથી. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટના રોજ દરેક  ઘરમાં ઝંડો લગાવવાના કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી. ચોમાસું સત્રમાં આ પહેલી સંસદીય દળની બેઠક હતી. આ બેઠક સંસદની લાઈબ્રેરી  બિલ્ડિંગમાં થઈ. જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત તમામ કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube