Monsoon Session: સંસદમાંથી ગાયબ રહેનારા BJP સાંસદોથી નારાજ છે PM મોદી? માંગ્યુ લિસ્ટ
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ભાજપ સંસદીય દળની બેઠકમાં તેના પર નારાજગી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ તે સાંસદોની યાદી મંગાવી છે, જે કાલે બિલ પસાર થવા દરમિયાન સંસદમાં ગેરહાજર હતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાંથી ગાયબ રહેનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ગેરહાજર રહેતા સાંસદોનું લિસ્ટ માંગ્યુ છે. પીએમ મોદીએ સોમવારે 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ, 2021' ને રાજ્યસભામાં સોમવારે પાસ કરાવવા સમયે મોટાભાગના સાંસદોની ગેરહાજરીને લઈને મંગળવારે નારાજગી જાહેર કરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ભાજપ સંસદીય દળની બેઠકમાં તેના પર નારાજગી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ તે સાંસદોની યાદી મંગાવી છે, જે કાલે બિલ પસાર થવા દરમિયાન સંસદમાં ગેરહાજર હતા.
રાજ્યસભામાં સોમવારે સંક્ષિપ્ત ચર્ચા બાદ વિપક્ષી સભ્યોના હંગામાને કારણે 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ, 2021' ને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ બિલમાં મૂવીઝ એક્ટ, કસ્ટમ એક્ટ, ટ્રેડ માર્ક્સ એક્ટ સહિત ઘણા કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલને પ્રવર સમિતિમાં મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો અને બાદમાં તેના પર મતવિભાજનની માંગ કરી હતી. પરંતુ મતવિભાજનમાં ગૃહમાં 44ના મુકાબલે 79 મતોથી વિપક્ષનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં વર્તમાનમાં ભાજપના 94 સાંસદો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube