પણજીઃ ગોવામાં નવી વિધાનસભાની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ગોવાના વર્તમાન મુખ્યમંત્રી અને ભાજપના નેતા પ્રમોદ સાવંતે પોતાની સીટ જીતી લીધી છે. 14 ફેબ્રુઆરીએ થયેલા મતદાનનું પરિણામ આજે જાહેર થયું છે. ગોવામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર સરકાર બનાવવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોક્કસપણે ગોવામાં ભાજપની સરકારઃ સાવંત
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ- ચોક્કસપણે ગોવામાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અમે લોકો અપક્ષ ધારાસભ્યો અને એમજીપી પાર્ટીનો સાથ લેશું. ગોવા વિધાનસભાની તમામ 40 સીટોનો ટ્રેન્ડ આ પ્રમાણે છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને 19, કોંગ્રેસ+ 12, એમપીજી 3, આપને 2 અને અન્ય ચાર સીટો પર આગળ છે. 


આ પણ વાંચોઃ ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ  


વિપક્ષને હતી ચમત્કારની આશા
તો વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતા હજુ પણ ચમત્કારની આશા કરી રહ્યા છે. ગોવાની બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સિવાય ઘણી નાની પાર્ટીઓને કારણે વિધાનસભાની તમામ 40 સીટો માટે 302 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ઘણી સીટો પર ચાર ઉમેદવારો વચ્ચે મુકાબલો હતો. 


આમ આદમી પાર્ટીને મળી બે સીટ
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવામાં પાર્ટીના પ્રદર્શનને સારૂ ગણાવ્યુ છે. કેજરીવાલે કહ્યુ- ગોવામાં અમારી પાર્ટીએ બે સીટ જીતી છે. આ ગોવામાં ઈમાનદાર રાજનીતિની નવી શરૂઆત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube