નવી દિલ્હી : 2014માં ભાજપની જીતનમાં મહત્વની ભુમિકા નિભાવનાર સોશિયલ મીડિયાને ભાજપે 2019 માટે પણ એક મોટુ હથિયાર બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જેના હેઠળ ગત્ત ચૂંટણીની તુલનાએ ન માત્ર સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં લોકોને જોડવામાં આવ્યા છે. પરંતુ પોતાના વર્કફોર્સને પણ પહેલાની તુલનાએ વધારે મજબુત કર્યા છે. મહત્વપુર્ણ છે કે જો સોશિયલ મીડિયા માટે કાર્ય કરનારા વોલેન્ટિયર્સનો આંકડો જોઇએ તો આ સંખ્યા રેલ્વેનાં કુલ કર્મચારીઓની સંખ્યાની આસપાસ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર સતત થઇ રહ્યું છે કામ
ભાજપ સુત્રોનું કહેવું છે કે 2014ની ચૂંટણી જીત્યા બાદ પાર્ટીએ સોશિયલ મીડિયાના મુદ્દે ક્યારે પણ ઢીલ નથી વર્તી. આ જ કારણ છે કે સત્તામાં આવ્યા છતા પણ પાર્ટી સતત તેનો ઉપયોગ વધારી રહી છે. સરકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે અને વિપક્ષના ધારદાર હૂમલાને તે જ પ્રકારે જવાબ આપવાનાં મુદ્દે પણ ભાજપ સોશિયલ મીડિયા ટીમ સતત મજબુત જ થઇ રહી છે. આ જ કારણ છે કે વિપક્ષમાં રહેવા અને સત્તા પક્ષમાં આવવા છતા સોશિયલ મીડિયા કેમ્પેઇનને ક્યારે પણ ભાજપે નબળું નથી પડવા દીધું. 

12 લાખ ફોલોઅર્સ
પાર્ટી સુત્રોનું કહેવું છે કે પરિણામ એવું છે કે હવે છેલ્લી ચૂંટણીની તુલનાએ સોશિયલ મીડિયાના માટે પોતાની સેવાઓ આપનારા વોલેન્ટીયર્સનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. હાલનો સમય આંકડો 12 લાખના આસપાસનું છે. જો કે પાર્ટી સુત્રોની તરફથી તેમ પણ કહેવામાં આવ્યું છે કે આ કોઇ પેઇડ વર્કર નથી પરંતુ તેઓ પાર્ટીની વિચારધારા અને વડાપ્રધાન મોદીના સમર્થકો છે. સમગ્ર દેશમાં ફેલાયેલા કાર્યકરોમાં ડોક્ટર, એન્જીનીયરથી માંડીને સામાન્ય કર્મચારી, વિદ્યાર્થી અને હાઉસ વાઇફનો પણ સમાવેશ થાય છે, જે સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિ પદ્ધતીથી ભાજપની વિચારધારા અને સરકારનું કામકાજને જનતા વચ્ચે પહોંચાડે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્રદેશમાં રેલ્વેનાં કુલ કર્મચારીઓની સંખ્યા પણ 13 લાખ જ છે.