નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા 10 તપાસ એજન્સીઓને કોઈપણ ખાનગી કમ્પ્યૂટરની જાસૂસી કરવાના હક આપવાને લઈને લડાઇ શરૂ થઈ ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો, તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ શાયરાના અંદાજમાં પલટવાર કર્યો છે. આ દરમિયાન તેમણે યૂપીએ સરકાર પર ગેરકાયદે રીતે ધ્યાન રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અધ્યક્ષ શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું, રાહુલ ગાંધી ફરીથી ભયભીત થઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરવાની રાજનીતિ કરી રહ્યાં છે. યૂપીએ સરકારે ગેરકાયદે જાસૂસી પર કોઈપણ પ્રતિબંધ લગાવ્યો ન હતો. પરંતુ જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ભર્યું છે તો રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર રાડો પાડી રહ્યાં છે. 


આ સાથે અમિત શાહે રાહુલ ગાંધી પર ટકાક્ષ કરતા લખ્યું, તમે આટલા કેમ ખોટુ બોલી રહ્યાં છે, શું ડર છુપાવી રહ્યાં છો. અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાયલ દ્વારા જાહેર કરાયેલા સર્કુલરની લિંક પણ શેર કરી છે. 


આ પહેલા રાહુલ ગાંધીએ તપાસ એજન્સીઓને કોઈપણ ખાનગી કમ્પ્યૂટરની જાસૂસી કરવાનો અધિકાર આપવાના સર્કુલરને લઈને વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો. તેમણે પીએમ મોદી પર આ સર્કુલરના માધ્યમથી દેશને રાજ્ય પોલીસમાં ફેરવવાનો આરોપ પણ લગાવ્યો હતો. 


હવે ઘર-ઘર મોદી: સરકાર દેશના કોઇ પણ કોમ્પ્યુટરની જાસૂસી કરી શકશે, 10 એજન્સીઓને આપી મંજુરી
 


તેમણે કહ્યું કે, પહેલા કેન્દ્ર અને રાજ્યોની સરકાર જાસૂસી કરતી હતી, ત્યારે તેનો દુરૂપયોગ થતો હતો. પરંતુ હવે તે પારદર્શી થઈ ગયું છે અને બંધારણના દાયરામાં છે. ગૃહ સચિવની મંજૂરી વગર કોઈ જાજૂસી નહીં થાય.