નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહે દિલ્હી ભાજપનાં કેટલાક પાર્ટી નેતાઓ પ્રત્યે અપ્રસન્નતા વ્યક્ત કરી છે કારણ કે આગામી સમયમાં ચૂંટણીને ધ્યાને રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં તેનાં નિર્દેશોને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી શકે છે. ભાજપનાં એક નેતાએ જણાવ્યું કે, દિલ્હી ભાજપની કોર ગ્રુપની બેઠક દરમિયાન શાહે કેટલાક સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના પ્રદેશ એકમના પ્રભારીનું નામ લઇને તેનાં નિર્દેશોને યોગ્ય રીતે લાગુ કરવામાં ઢીલાશ વર્તી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીનાં એક અન્ય વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ બેઠક 2019ની સામાન્ય ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા અને કઇ રીતે ગત્ત સામાન્ય ચૂંટણીની સફળતાને દોહરાવવામાં આવી શકે તેના પર કેન્દ્રીત હતી. ગત્ત લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. તેમણે સભ્યોને અધુરા કામને શક્ય તેટલી ઝડપથી પુરા કરવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ મનોજ તિવારી છે. જે ઉત્તરપુર્વી દિલ્હીનાં સાંસદ પણ છે. તેઓ દિલ્હી ભાજપનાં બે પુર્વ અધ્યક્ષ ડો.હર્ષવર્ધન અને વિજય ગોયલ લોકસભા અને રાજ્યસભા સાંસદ છે. બીજી તરફ દિલ્હી વિધાનસક્ષામાં વિપક્ષનાં નેતા વિજેન્દ્ર ગુપ્તા પણ પ્રદેશ ભાજપના પુર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. 

ગત્ત થોડા વર્ષોમાં દિલ્હી ભાજપનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ વચ્ચે તકરાર સામે આવી છે. પછી તે ગમે નિગમ ચુંટણી દરમિયાન ટિકિટ વિતરણ મુદ્દે રહી હોય અથવા પછી ચૂંટણી પ્રચાર મુદ્દે. દરેક વખતે પ્રદેશ ભાજપ નેતા હંમેશા અલગ અલગ રસ્તાઓ ચાલતા જોવા મળે છે. તમામ પ્રચારનાં સમાચાર વચ્ચે સામાન્ય ચૂંટણી 2019 પહેલા હવે પાર્ટી હાઇકમાન્ડનાં સભ્યોને નિર્દેશિત કાર્યો જેટલી ઝડપી શક્ય હોય પુર્ણ કરવા માટે જણાવ્યું છે.