પટણા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસના પ્રવાસે પટણા પહોંચ્યા છે. એરપોર્ટ પર કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજકીય અતિથિશાળામાં નાશ્તા પર તેમની મુલાકાત બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે થઈ. મુલાકાત દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને બિહાર ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય પણ હાજર રહ્યાં. મુલાકાત ખતમ થયા બાદ સીએમ નીતિશકુમાર સરકારી ગેસ્ટ હાઉસથી પોતાના નિવાસ સ્થાન માટે નીકળી ગયાં. તેમને છોડવા માટે અમિત શાહ ગેટ સુધી આવ્યાં હતાં. ગેસ્ટહાઉસથી નિકળતી વખતે બંને નેતાઓ ખુબ ખુશ જોવા મળ્યાં. એવી અટકળો છે કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીને જોતા સીટ શેરિંગ ઉપર વાત થઈ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નીતિશકુમારે સાથે નાશ્તો કર્યો. અમિત શાહના નાશ્તામાં સત્તુના પરાઠા, કચોરી, ચણાનું શાક, નેનુઆનું શાક પીરસવામાં આવ્યાં. આ સાથે જ ઉપમાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત બટાકાનું શાક, દહીનો મઠ્ઠો, લસ્સી, સફરજન, પપૈયું અને કેરી જેવા ફળોની પણ વ્યવસ્થા કરાઈ હતી.


તદઉપરાંત ખાસ પ્રકારના પકવાન પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. જેમાં બિહાર, ગુજરાત અને રાજસ્થાન સહિત કેટલાક દક્ષિણના રાજ્યોના વ્યંજનો પણ સામેલ કરવામાં આવ્યાં હતાં. સરકારી ગેસ્ટ હાઉસમાં અમિત શાહ અને નીતિશકુમાર ઉપરાંત કુલ 50 લોકોને પૌઆ, હીંગ કચોરી, ઉપમા, કોસરિયા જલેબી અને સત્તુના પરોઠા જેવા વ્યંજનો પિરસવામાં આવ્યાં હતાં.



નાશ્તા બાદ અમિત શાહ સીધા જ્ઞાન ભવન જશે. અહીં આઈટી સેલના કાર્યકર્તાઓ અને વિસ્તારકોને સંબોધન કરશે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપની સત્તામાં વાપસી બાદ શાહની આ બિહાર યાત્રા દરમિયાન નીતિશના જેડીયુ સાથે સીટની ફાળવણી અંગે વાત થશે તથા લોકસભા ચૂંટણીની રણનીતિઓ ઉપર પણ વાતચીત થવાની આશા છે. આવામાં શાહના આ પ્રવાસ પર માત્ર બિહારના સત્તા પક્ષના નેતાઓની જ નહીં પરંતુ વિપક્ષના નેતાઓની પણ નજર છે.


વર્ષ 2015માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ શાહનો આ પહેલો બિહાર પ્રવાસ છે. જો કે ત્યારના અને અત્યારના સમયમાં ખુબ ફેરફાર  થયો છે. તે સમયે જેડીયુ ભાજપથી વિરુદ્ધ ગઠબંધનમાં હતું જ્યારે અત્યારે ભાજપ સાથે સરકારમાં છે.