ફેક ન્યૂઝ મામલે અમિત શાહે કરેલી ટિપ્પણીનો વીડિયો થઈ રહ્યો છે જોરદાર વાઈરલ
અમિત શાહ આ વીડિયોમાં કહેતા દેખાઈ રહ્યાં છે કે, અનેકવાર ફેક ન્યૂઝવાળા સમાચાર પણ વાઈરલ થઈ જાય છે. આ માટે તેમણે બે કિસ્સા કહ્યા હતા
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 2014માં સામાન્ય ઈલેક્શનમાં સૌથી મોટી ભૂમિકા સોશિયલ મીડિયાની રહી છે. દેશના ઈલેક્શનમાં સોશિયલ મીડિયા હવે એક જનાદેશ તૈયાર કરવાનું સાધન બની ગયું છે. સોશિયલ મીડિયાને બીજેપીએ 2019 માટે પણ મોટું હથિયાર બનાવવાની પૂરતી તૈયારી શરૂ કરી દીધું છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં જોવામાં આવી રહ્યું છે કે, બીજેપી સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. નરેન્દ્ર મોદી સરકાર માટે હવે જે સૌથી મોટું ટાર્ગેટ છે, તે ફેક ન્યૂઝને રોકવાને લઈને છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બીજેપી કાર્યકર્તાઓને ફેક ન્યૂઝ અને ન્યૂઝને વાઈરલ કરવા વિશે સંબોધી રહ્યાં છે. આ વીડિયો 22 સપ્ટેમ્બર 2018નો છે તેવું કહેવાય છે. પરંતુ આ વાઈરલ વીડિયોમાં અમિત શાહ શું કહી રહ્યાં છે તે રોમાંચક બાબત છે.
અમિત શાહ આ વીડિયોમાં કહેતા દેખાઈ રહ્યાં છે કે, અનેકવાર ફેક ન્યૂઝવાળા સમાચાર પણ વાઈરલ થઈ જાય છે. આ માટે તેમણે બે કિસ્સા કહ્યા હતા. જોકે, અમિત શાહે બાદમાં એમ પણ કહ્યું હતું કે, તમારે આવું ન કરવું જોઈએ તમે લોકો આવું કરો નહિ, પરંતુ આવું થઈ શકે છે.
અમિત શાહે પહેલા એ વાત કહી, જેમાં મુલાયમ સિંહ અને અખિલેશ યાદ સાથે કનેક્ટેડ હતી. શાહે કહ્યું કે, કોઈ બીજેપી કાર્યકર્તાએ સોશિયલ મીડિયા ગ્રૂપ પર એમ લખી નાખ્યું કે, નેતાજીએ અખિલેશને થપ્પડ મારી. આ સમાચાર પૂરી રીતે વાઈરલ થઈ ગયા હતા. જોકે, આ ન્યૂઝ સદંતર ખોટા હતા.
અમિત શાહે જે બીજી વાત કહી, તે કોઈ વોટ્સએપ ગ્રૂપ સાથે જોડાયેલી હતી. યુપીમાં જે ઈલેક્શન થયા હતા, તેના માટે બીજેપીએ એક સોશિયલ મીડિયા ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપ સાથે 30 લાખ લોકો જોડાયેલા હતા. રોજ સવારે આઠ વાગ્યે તેમાં એવા સમાચારનું લિસ્ટ મોકલવામાં આવતું હતું, જે ન્યૂઝ પેપરમાં બીજેપી માટે ખોટા સમાચાર છાપતું હતું. આ સમાચારની હકીકતને ગ્રૂપ પર નાખવામાં આવતી હતી. જે વાઈરલ થઈ જતી હતી. આવું કરતા કરતા મીડિયાએ પણ આ સમાચારોને સત્યતા તપાસ્યા વગર સમાચાર છાપવાના બંધ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારે સોશિયલ મીડિયાના મારફતે ફેક ન્યૂઝનો પ્રચાર રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવાનો દાવો કરતા કહ્યું હતું કે, ફેસબુક અને ટ્વિટર જેવા પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલ લગભગ 700 વેબપોર્ટલના યુઆરએલ બંધ કરવામાં આવશે. ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતાવાળી સમિતિએ હાલામં જ પોતાનો રિપોર્ટ ગૃહમંત્રીને સોંપ્યો હતો. જેમાં સમિતિમાં સામેલ મંત્રીમંડળના અન્ય સદસ્યોએ અલગ-અલગ રાજ્યોમાં સામે આવેલા લિચિંગના કિસ્સાના તપાસ દરમિયાન ઈન્ટરનેટ પ્લેટફોર્મની ભૂમિકા મહત્ત્વની હોવાનું જણાવ્યું હતું.
સમિતિ સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, અમે તે તમામ જરૂરી વિકલ્પો પર વિચાર કરી રહ્યા હતા, જેને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા રોકી શકાય. જેનાથી સોશિયલ મીડિયા તેમજ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સની મદદથી એવી અફવાઓ તેમજ ફેક ન્યૂઝ ફેલાવીને સામાજિક તણાવની સ્થિતિ પેદા ન કરી શકાય. નરેન્દ્ર મોદી સરકારે આ મામલે હજી કોઈ એક્શન લીધું નથી, પરંતુ કેન્દ્ર આ મામલે કામ કરી રહ્યું છે.