લોકસભા ચૂંટણી 2019: ભાજપનું નવું લિસ્ટ જાહેર, આ ઉમેદવારોને મળી ટિકિટ
ભાજપે લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની નવમી યાદી પ્રકાશિત કરી છે. સોમવારના ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકની પાર્ટીએ મોડી રાતે આ યાદીને પ્રકાશિત કરી હતી.
નવી દિલ્હી: ભાજપે લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની નવમી યાદી પ્રકાશિત કરી છે. સોમવારના ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકની પાર્ટીએ મોડી રાતે આ યાદીને પ્રકાશિત કરી હતી. પાર્ટી અધ્યક્ષ અમતિ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી પણ હાજર રહ્યાં હતા. બેઠક બાદ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 4 લોકસભા ઉમેદવારોના નામ છે. આ લિસ્ટમાં કર્નાટકની 2 આસામ અને યૂપીની 1-1 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં વાંચો: દિલ્હી એકમના લિસ્ટમાં ગૌતમ ગંભીરનું નામ ન હતું, ભાજપના હાઇકમાન્ડે કહ્યું- આ યાદી ફરીથી મોકલો
આ સાથે જ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેમની ચોથી યાદી અંતર્ગત એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે યૂપીની હાથરસ (સુ) બેઠકથી રાજવીર સિંહ વાલ્મિકીને ટિકિટ આપી છે.
મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે અત્યાર સુધી જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગાંધીનગરથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું નામ સામેલ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ ફરી એકવાર લખનઉથી ચૂંટણી લડશે. ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ બિહારના પટનાથી સાહિબ બેઠક અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાના પુરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
વધુમાં વાંચો: JNUમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓનો હોબાળો, VCએ કહ્યું મારી પત્નીને બંધક બનાવ્યા
પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમરને મુરૈના (મધ્ય પ્રદેશ), જયંત સિન્હાને હજારીબાગ (ઝારખંડ)થી અને શ્રીપદ નાયકને ઉત્તર ગોવથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી નેતા અનુરાગ ઠાકુરને હમીરપુરથી રિપિટ કરવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ હિમાચલ પ્રદેશના કાંગડાથી હાલના સાંસદ શાંતા કુમારના સ્થાન પર કિશન કપૂરને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.