નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ને ધ્યાને રાખીને ભાજપે ઉમેદવારોની વધારે એક વધારે યાદી જાહેર કરી છે. ભાજપની તરફથી બહાર પાડવામાં આવેલી આ યાદીમાં 11 ઉમેદવારોનાં નામ પર મહોર લાગી છે. 11 ઉમેદવારોમાંથી 6 તેલંગાણા, 3 ઉત્તરપ્રદેશ અને 1-1 કેરળ અને પશ્ચિમ બંગાળના છે. ઉત્તરપ્રદેશના કેરાના લોકસભા સીટથી પ્રદીપ ચોધરી ઉમેદવાર છે. બીજી તરફ બુલંદ શહેરથી ભોલા સિંહ અને નગીસા (એસસી)થી યશવંતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની ચોથી યાદીમાં તેલંગાણાની અલીદાબાદ (એસસી) સીટ પરથી સોયમ બાબુ રાવ, ઝહીરાબાદથી બનાલા લક્ક્ષમ રેડ્ડી ચેલ્વેલ્લા સીટથી બી.જનાર્દન રેડ્ડી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરતા જાય છે. સાથે સાથે. રાજકીય ચિત્ર પણ સ્પષ્ટ થતું જાય છે.