નવી દિલ્હી : ભાજપે લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ને ધ્યાને રાખીને રવિવારે ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં છત્તીસગઢ, તેલંગાણા, મેઘાલય, મહારાષ્ટ્રનાં 9 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં છત્તીસગઢનાં 6 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા છે. છત્તીસગઢનાં રાજનાંદનગામથી સંતોષ પાંડેય, રાયપુરથી સુનીલ સોની, વિલાસપુરથી અરૂણ સાવ, દુર્ગથી વિજય બધેલ, કોરબાથી જ્યોતિ નંદ દુબેને ટીકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી મોટો ઝટકો છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહને લાગ્યો છે. આ વખતે રમણ સિંહના પરિવારમાંથી કોઇને પણ ટીકિટ આપવામા નથી આવી. રમણ સિંહના પુત્ર સંતોષ સિંહ અગાઉ રાજનાંદગામથી સાંસદ રહી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીકિટ જાહેર થતા પહેલા ભાજપ પાર્ટીએ સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે, આ વખતે તમામ સાંસદોની ટીકિટો કપાશે. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ રાજનાંદગાંવથી તેમના પુત્રની ટીકિટ કાપીને રમણસિંહ પર દાવ લગાવી શખે છે. જો કે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને તેમનાં ગૃહનગરથી ઉતારવામાં આવશે કે કેમ તેવી અટકળો વચ્ચે ભાજપે આ સીટ માટે સંતોષ હેગડે પર પસંદગી ઉતારી હતી. 

આ અગાઉ ભાજપે શનિવારે જ 11 ઉમેદવારોની એક વધારે યાદી પાડી હતી. ભાજપ પાર્ટી તરફથી જાહેર કરાયેલા ઉમેદવારોની સંખ્યા 306 સુધી પહોંચી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ વિધાનસભામાં ભાજપનાં પરાજય બાદ હાઇકમાન્ડ છત્તીસગઢનાં તમામ ટોપનાં નેતાઓથી ખુબ જ નારાજ છે.