નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારો જાહેર કર્યાં હતા. ભાજપે બીજી યાદીમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડના ઉમેદવારો જાહેર કર્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




ભાજપની બીજી યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયુષ ગોયલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. 

ભાજપે જાહેર કર્યાં 72 ઉમેદવાર
ગુજરાત- 7
દિલ્હી- 2
હરિયાણા- 6
હિમાચલ પ્રદેશ- 2
કર્ણાટક- 20
ઉત્તરાખંડ- 2
મહારાષ્ટ્ર- 20
તેલંગણા- 6
ત્રિપુરા- 1
મધ્યપ્રદેશ- 5


પ્રથમ યાદીમાં હતા 195 નામ
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિટિએ પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો જાહેર કર્યાં હતા. જેમાં પીએમ મોદી વારાણસીથી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડવાના છે. આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા. જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાઓને ટિકિટ આપી હતી.