નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષે જર્મનીના હેમ્બર્ગ સ્થિત બુસેરિયર સમર શાળામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. સંબોધનમાં તેમણે ભારતની મોદી સરકાર પર નિશાન સાધ્યું. ત્યારબાદ ભાજપે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધીને તેમના નિવેદનની આલોચના કરી. પરંતુ ગુરુવારે સાંજે ભાજપે કોંગ્રેસની જ એક ટ્વિટરને પોતાના પાર્ટી હેન્ડલથી રિટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર અનોખી ચર્ચા છેડી. વાત જાણે એમ થઈ કે ગુરુવારે સાંજે કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાની ચાર તસવીરો ટ્વિટ કરી હતી. આ ટ્વિટરમાં રાહુલ ગાંધીની જર્મન સંસદ (Bundestag) પરિસરમાં અલગ અલગ દિશાઓમાં જોતા હોય તેવી તસવીરો હતી. કોંગ્રેસ પાર્ટીએ આ તસવીરો સાથે લખ્યું કે 'રાહુલ ગાંધીના વિભિન્ન  પહેલુ'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોંગ્રેસની આ ટ્વિટ બાદ ટ્રોલર્સે રાહુલ ગાંધીને લઈને અલગ અલગ તસવીરો ટ્વિટ કરવા માંડી. ટ્રોલર્સ ઉપરાંત ભાજપે પણ આ ટ્વિટને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરી. પાર્ટીએ એમ કહીને આ ટ્વિટ શેર કરી કે અમે પણ આ શેર કર્યા વગર રહી શક્યા નહીં. 





ભાજપની આ ટ્વિટ બાદ કોંગ્રેસે રાહુલ ગાંધીને જર્મન સંસદમાં કેટલીક વધુ તસવીરોને શેર કરી. કોંગ્રેસની ટ્વિટને ભાજપ દ્વારા શેર કરાયા બાદ રાહુલ ગાંધીની આ નવી તસવીરો ઉપર પણ લોકોએ જાત જાતની કોમેન્ટ