નવી દિલ્હી : ભારતીય રાજનીતિની ઘરા પર બની ચુકેલા રામ મંદિર વિવાદ પર દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે સુનવણી કરવા જઇ રહ્યા, પરંતુ તે પહેલા આ મુદ્દે રાજનીતિક ચાલુ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર વિવાદ અંગે સુનવણી ચાલુ થવા માટે ગણત્રીના કલાકો બાકી છે. તે અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદનથી રાજનીતિક ગરમાગરમી થઇ ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિર મુદ્દે મુખ્યમંત્રી યોગીનું કહેવું છે કે, જો સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર પર ચુકાદો આપી શકે છે. તો તેને રામ મંદિર અંગે પણ નિર્ણય આપવો જોઇએ. રામ મંદિર હિંદુઓની આસ્થાનો મુદ્દો છે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જ કહી દીધું છે કે અયોધ્યામાં રામ મંદિર જ બનશે. 

શનિવારે કેરળના કન્નૂરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ સબરીમાલાના નામે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર સવાલ ઉઠાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોર્ટે એવો ચુકાદો આપવો જોઇએ જે ધાર્મિક આસ્થાની વિરુદ્ધ છે અને જેને લાગુ કરવાનું મુશ્કેલ હોય. 

વિજયા દશમી ઉત્સવ પર RSSના સરસંઘચાલક મોહન ભાગવતે રામ મંદિર નિર્માણ મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઇ પણ રસ્તાથી રામ મંદિરનું નિર્માણ જરૂરી હોવું જોઇએ. તેના માટે સરકારને કાયદામાં લેવા જોઇએ. તેમણે કહ્યું હતું કે રામ માત્ર હિંદુઓનાં નથી, પરંતુ સમગ્ર દેશનાં છે. હિંદુ - મુસ્લિમ બંન્ને માટે આદર્શ છે. સંવિધાનના પુસ્તકમાં ભગવાન રામનું ચિત્ર છે. જો રામ મંદિર બને છે તો દેશમાં સદ્ભાવનાનું વાતાવરણ બનાવશે.