`ભ્રષ્ટ, હતાશ` કહી ચૂંટણી બોન્ડ પર ભાજપનો કોંગ્રેસ પર હુમલો
કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડનો માત્ર તે લોકો વિરોધ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસે ચૂંટણી બોન્ડને (electoral bonds) મુદ્દો બનાવવા પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. સત્તાધારી પાર્ટીએ ગુરીવારે કહ્યું કે, 'હતાશ અને ભ્રષ્ટ નેતાઓનું ગઠબંધન' ચૂંટણીમાં કાયદેસરના રૂપિયા આવવા દેવાનું ઈચ્છતી નથી. કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડનો માત્ર તે લોકો વિરોધ કરી રહ્યાં છે, જે કાળા નાણામાં વિશ્વાસ રાખે છે અને જેને ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાઓ પાસેથી કરોડો રૂપિયા જપ્ત કર્યાં છે, તે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહ્યાં છે અને મોટા પાયે કાળા નાણાનો ઉપયોગ કરતા રહ્યાં છે. ગોયલે કહ્યું કે, ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજનીતિમાં ઈમાનદારીથી મેળવેલું ઘન આવ્યું છે. ભાજપ કાળાનાણા વિરુદ્ધ લડનારી એકમાત્ર પાર્ટી છે અને ચૂંટણી રાજનીતિમાં ઈમનદારીથી ભેગા કરેલા તથા કાયદેસરના નાણાને પ્રોત્સાહન આપે છે.
લોકસભામાં કર્યો હંગામો
કોંગ્રેસના સભ્યોએ ચૂંટણી બોન્ડના મુદ્દા પર ગુરૂવારે લોકસભામાં હંગામો કર્યો હતો. ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થતાં જ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમને મંજૂરી ન આપી. કોંગ્રેસે ચૂંટણી બોન્ડના મુદ્દા પર ચર્ચા માટે કાર્ય સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. આસનની પાસે આવીને કોંગ્રેસના સાંસદોએ ચૂંટણી બોન્ડના ચંદા બંધ કરોના નારા લગાવ્યા હતા. બીજીતરફ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પારદર્શિ સરકાર ચલાવી રહ્યાં છે અને તેમાં ભ્રષ્ટાચારની કોઈ શક્યતા નથી.
આતંકીઓ વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 1.22 કરોડની સંપત્તિ કરી જપ્ત
ભાજપનો હુમલો, આ પારદર્શિતાનું પગલું
ગોયલે કહ્યું કે, હાલમાં તે ટોલી, જે ગમે તેવી આલોચના અને આરોપ વડાપ્રધાન મોદી અને અમારી સરકાર પર લગાવવાનો પ્રયત્ન કરતી રહે છે, તેમણે અચાનક ચૂંટણી બોન્ડની ટીકા કરી છે. આ આરોપ પાયાવિહોણો છે. સત્ય છે કે મોદી સરકારે ભારતીય રાજનીતિમાં પારદર્શિતા લાવવા માટે ચૂંટણી બોન્ડનું એક મહત્વનું પગલું ભર્યું છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડને કારણે પ્રથમવાર ભ્રષ્ટાચાર અને બદનામી સાથે જોડાયેલ પૈસા, જે ઘણી પાર્ટીઓની રાજનીતિને ઘણઆ વર્ષો સુધી ચલાવે છે, તેના પર વિરામ લગાવવામાં સફળ થયા. તેનાથી ભારતીય રાજનીતિમાં ઈમાનદારીનો પૈસા ભારતની ચૂંટણી સિસ્ટમને ચલાવે, આ કામને અમે આગળ વધાર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube