Bharat or India Issue: `ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત`, BJP પ્રવક્તાએ શેર કર્યો પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસનો પત્ર
India Or Bharat Issue: પીએમ મોદીની ઈન્ડોનેશિયા યાત્રાની જાણકારી આપનાર પત્રમાં તેમના માટે `ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત` લખવામાં આવ્યું છે. આ પત્ર સંબિત પાત્રાએ શેર કર્યો છે.
નવી દિલ્હીઃ Prime Minister of Bharat: ઈન્ડિયા કે ભારત મુદ્દા પર શરૂ થયેલા ઘણાસાણ વચ્ચે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની યાત્રાની જાણકારી આપતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં પીએમ મોદી માટે 'ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત' લખવામાં આવ્યું છે.
સંબિત પાત્રા તરફથી પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં અંગ્રેજીમાં જાણકારી આપવામાં આવી છે, જેનો ગુજરાતીમાં અર્થ છે, "ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત (અહીં ઈન્ડિયાના પ્રધાનમંત્રીના બદલે ભારતના પ્રધાનમંત્રી તરીકે લખાયેલ છે) નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે (20મી આસિયાન-ભારત સમિટ અને 18મી ઇએએસ સમિટ માટે) 7 સપ્ટેમ્બર, 2023ના રોજ.'
ક્યારેક કોંગ્રેસ પણ ઈચ્છતી હતી ઈન્ડિયાની જગ્યાએ ભારત, સંસદમાં રજૂ થયું હતું બિલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube