નવી દિલ્હી : કોંગ્રેસ રાહુલ ગાંધીનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના આરબ દેશોના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરવાનું ભાજપને હાડોહાડ લાગી આવ્યું છે. ભાજપે વળતો પ્રહાર કરતા પોતાના આ નિવેદન અંગે તેમને ત્યાંથી માફી માંગવી પડશે, તેમણે ભારતને બદનામ કરવાની સોપારી લીધી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ભાજપ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, ખુબ જ કષ્ટ અને તકલીફની સાથે કરી રહી છે. એવું એટલા માટે કે જે પ્રકાના વિચારનો પ્રયોગ રાહુલ ગાંધી કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ અમારા દેશનાં નેતા છે અને કોંગ્રેસના અધ્યક્ષ છે, તમે અમારા દેશનાં નેતા છે પરતુ દેશની બહાર જઇને જે નિરાશ દેખાડે છે તે ખુબ જ દુષનો વિષય અને ચિંતાનો વિષય છે. શું તમે હિન્દુસ્તાનની સોપારી લીધી છે. આ સવાલ અમે તમને પુછી રહ્યા છે કે વિદેશી ભુમિ પર જઇને પોતાના દેશને અપમાનિત અને બદનામ કરવાનાં પ્રયાસ કરી રહ્યા છે. આખરે તમે કોની સોપારી લીધી છે. આજે તમે જે કહ્યું તેને ક્ષમા કરી શકાય નહી. તમે ભાજપ સરકારની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. 

ભાજપ મુખ્યમથકમાં પીસીમાં રાહુલ ગાંધી પર વરસતા કહ્યું કે, હાલની સરકારની વિચારને આતંકવાદી વિચાર કહેવું યોગ્ય છે, શું હિન્દુસ્તાન પર રાજ કોઇ આતંકવાદી સંગઠનનું છે, દેશની 125 કરોડ જનતાએ 2014માં જે લોકશાહીની પ્રક્રિયા હેઠળ પસંદગી કરી છે શું ભારતીય જનતા પણ આતંકવાદીઓ કે તેવી વિચારધારાને પસંદ કરે છે તેવું તેમનું કહેવું છે. મુસ્લિમ બ્રધરહુડ એખ ઇશ્લામિક આતંકવાદી સંગઠન છે અને ઘણા દેશોએ તેને પ્રતિબંધિત કરી રાખેલી છે અને તમે આરએસએસની તુલના તેની સાથે કરી રહ્યા છે. તમારી વિચારસરણી તેના પરથી સ્પષ્ટ થાય છે. 

તમારા નેતૃત્વમાં ક્ષમતા નહી
સંબિતે કહ્યું કે, તમે મેચ્યોર નથી, તમારા દેશ અંગે કોઇ માહિતી નથી. તમને ઘણા વિષયો અંગે માહિતી નથી. તમારા નેતૃત્વમાં કોઇ કાબેલીયત નથી. તમારામાં એક માત્ર કાબેલીયત છે અને તે છે મોદી પ્રત્યેની ધૃણા.તમે મોદી, ભાજપ અને આરએસએસ પ્રત્યે ધૃણા છે. તમે તમારા ભાષણને ફરીથી સાંભળો કે તમે શું કહ્યું છે.