નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં મોટો ઉલટફેર થયો છે. ભાજપે મેયર પદ મેળવ્યું છે. ભાજપના સરબજીત કૌર ચંડીગઢના મેયર બન્યા છે. સ્થાનિક ચૂંટણીમાં મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિણામ બાદ મેયરની ખુરશી પાછળ જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા છે. ડીસી વિનય પ્રતાપ સિંહને પણ ત્યાં રોકવામાં આવ્યા. નગર નિગમની અંદર માર્શલ બોલાવવામાં આવ્યા. ધક્કામુક્કીની સ્થિતિ છે. AAP ના કોર્પોરેટર પણ મેયરની બાજુની સીટ પર બેસી ગયા. 


અત્રે જણાવવાનું કે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 12 બેઠકો જીતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં 14 બેઠક ગઈ હતી. કોંગ્રેસમાંથી કાઢી મૂક્યા બાદ દેવેન્દ્ર સિંહ બબલા પોતાની પત્ની હરપ્રીત બબલા સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેમના પત્ની પણ આ ચૂંટણી જીત્યા હતા. જ્યારે ભાજપના સાંસદ કિરણ  ખેરને પણ એક મત નાખવાનો અધિકાર છે. આ રીતે ભાજપ પાસે 14 મત આવી ગયા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube