નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી અને રાજ્યની આઝાદી પર કોંગ્રેસના બે વરિષ્ઠ  નેતાઓના નિવેદને દેશની સૌથી જૂની પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. સત્તામાં રહેલી ભાજપે  જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદના સૈન્ય ઓપરેશનમાં આતંકવાદીથી વધુ સામાન્ય  લોકોના મોતના નિવેદનની આલોચના કરતા કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા  રવિશંકર પ્રસાદે આઝાદના નિવેદનને બે-જવાબદાર, શર્મજનક અને સેનાનું મનોબળ તોડાનારૂં  જણાવતા કહ્યું કે, પૂર્વ સીએમની આ ટિપ્પણીથી સૌથી વધુ પાકિસ્તાન ખુશ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદની ટિપ્પણી શર્મજનકઃ રવિશંકર
પ્રસાદે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું, આઝાદની આ ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. તે શું કહેવા ઈચ્છે  છે? તે શું સંકેત આપી રહ્યાં છે? કોંગ્રેસ પાર્ટી દેશને તોડનારા સાથે ઉભી રહી ગઈ છે. કોંગ્રેસના એક  તેવા નેતા આ નિવેદન આપી રહ્યાં છે જે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે, જેણે કાશ્મીરમાં  આતંકવાદના ડંખને ઝેલ્યો છે. સરહદ પર સેના અને સુરક્ષાદળોના જવાન શહીદ થાઈ છે. તેમણે કહ્યું  કે, આઝાદનું નિવેદન લશ્કર-એ-તોઈબા જેવા સંગઠનને પણ સમર્થન કરી રહ્યો છે. પ્રસાદે કહ્યું કે,  લશ્કરના પ્રવક્તા અબ્દુલ્લા ગજનવીએ નિવેદન જારી કરી કહ્યું, અમારો વિચાર આઝાદના વિચારની  જેમ છે. તેમણે કહ્યું કે, સેના ચીફ બિપિન રાવત અને રક્ષા પ્રધાન નિર્મલા સીતારમનના શદીહ  ઔરંગજેબના ઘરે જવાને આઝાદ ડ્રામા કહે છે. તેનાથી ખરાબ બીજી શું વાત હોઈ શકે. 


સોજના નિવેદન પર રાહુલ-સોનિયા પાસે માંગ્યો જવાબ
ભાજપના નેતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોજના કાશ્મીરના આઝાદીવાળા નિવેદન પર નિશાન  સાધ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચીફ રાહુલ અને સોનિયા આ નિવેદનનો જવાબ આપે. મહત્વનું છે કે,  સોજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કાશ્મીરના લોકોની પ્રથમ પ્રાથમિકતા આઝાદી મેળવવી છે,  પરંતુ તે જરૂર છે કે કાશ્મીરના લોકો પાકિસ્તાન સાથે તેનો વિલય કરાવવા ઈચ્છતા નથી. 


પુસ્તકમાં રોજે કર્યું મુશર્રફનું સમર્થન
સૈફુદ્દીન સોજે કાશ્મીરના ઈતિહાસ અને વર્તમાન સાથે જોડાયેલું એક પુસ્તક લખ્યું છે, જેનું જલ્દી વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકમાં સોજે પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફના તે નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, જો મતદાનની સ્થિતિઓ થાય તો કાશ્મીરના લોકો ભારત કે પાક સાથે જવા કરતા એલલા અને આઝાદ રહેવાનું પસંદ કરશે. 
દેશવિરોધીઓ સાથે ઉભી રહી કોંગ્રેસ
રવિશંકરે કહ્યું કે, કોંગ્રેસ દેશવિરોધીઓ સાથે ઉભી રહી ગઈ છે. તેમણે કહ્યું, રાહુલ જેએનયુમાં જઈને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે ઉભા રહે છે. સર્જિકલ સ્ટ્રાઇક પર ખૂનની દલાલીનું નિવેદન આવે છે. કોંગ્રેસનું આજનું નેતૃત્વ માત્ર નરેન્દ્ર મોદી વિરોધ અને ભાજપનો વિરોધ કરી રહ્યું છે. 


જાણો શું હતું આઝાદનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, આઝાદે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, કેન્દ્રની દમનકારી નિતિનું સૌથી વધુ નુકસાન સામાન્ય જનતાને થયું છે. એક આતંકીને મારવા માટે 13 નાગરિકોને મારી નાખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, હાલના આંકડા પર નજર કરો તો સેનાની કાર્યવાહી નાગરિકો વિરુદ્ધ વધુ અને આતંકીઓ વિરુદ્ધ ઓછી થઈ છે. ઘાટીની સ્થિતિ ખરાબ થવાનું મુખ્ય કારણ તે છે કે મોદી સરકાર વાતચીત કરવાની ઉપેક્ષા કાર્યવાહી કરવામાં વધુ વિશ્વાસ કરે છે. તેવું લાગે છે કે હંમેશા હથિયારનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 


રાજ્યસભામાં નેતા વિપક્ષે કહ્યું, કાર્યવાહીને ઓપરેશન ઓલઆઉટ કહેવું, આ સ્પષ્ટ જણાવે છે કે, મોટા જનસંહારની યોજના બની રહી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે, તે એવું નથી કહેતા કે આ મામલાને વાતચીતના માધ્યમથી ઉકેલવામાં આવશે. જ્યારે આખા વિશ્વએ જોયું કે અમેરિકા અને ઉત્તર કોરિયાએ પોતાના મુદ્દાને વાતચીતથી હલ કર્યો.