મુંબઈઃ છેલ્લા કેટલાક અઠવાડિયાતી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપ અને શિવસેનાએ સોમવારે બંને પાર્ટી વચ્ચે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની આધિકારિક જાહેરાત કરકી દીધી છે. બંને પાર્ટીઓએ સ્થાનિક રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, રાયલસિમા પરિરક્ષણા સમિતિ, શિવ સંગ્રામ અને રાયત ક્રાંતિ સંગઠન સાથે પણ ગઠબંધન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટિલ અને શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ એક પ્રેસનોટ બહાર પાડીને બે પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. જોકે, બંને પાર્ટી વચ્ચે સીટોની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે તેના અંગે મૌન સેવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના અત્યારે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રમોટ કરી રહી છે અને આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી સીટ પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરાઈ છે. 


કોંગ્રેસના વધુ એક મોટા નેતાની વધી મુશ્કેલી, સ્ટિંગ કેસમાં દાખલ થશે કેસ


સૂત્રો પાસેથી પ્રાપ્ત મહિતી અનુસાર સીટોની મહેંચણી અંગે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્દધવ ઠાકરે એક-બે દિવસમાં જાહેરાત કરશે. જો, ભાજપ-શિવસેના ગઠબંધન આ વિધાનસભાની ચૂંટણી જીતશે તો આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં 21 ઓક્ટોબરના રોજ યોજવાની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરી દેવાશે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....