રાજસ્થાન ચૂંટણી: જીત માટે અમિત શાહે રચ્યો છે ચક્રવ્યૂહ! કોંગ્રેસ કાંઠે આવીને ડુબશે ?
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં જીત મેળવવા માટે પોતાની રણનીતિના પત્તા ખોલી દીધા છે, પોતાના બ્રહ્માસ્ત્રને ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે
જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતના સપના જોવા લાગ્યું છે. કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે તે ભાજપ કરતા આગળ છે. જો કે કેટલાક રાજનીતિજ્ઞોનું પણ માનવું છે કે રાજસ્થાન પોતાની પરંપરા અનુસાર દર 5 વર્ષે સરકાર ઉથલાવી નાખે છે. જો કે ભાજપ અને તેના ચાણક્ય ગણાતા અમિત શાહે જીત માટે ચક્રવ્યુહ તૈયાર કરી લીધો છે. જેને ભેદવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરવી પડશે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં જીતવા માટે પોતાની બાજી બિછાવી દીધી છે. તેમણે પોતાનાં સૌથી મોટા હથિયારને અખતિયાર કરવાની તૈયારી કરી લીધી છે. જાણકારોના અનુસાર ભાજપે વડાપ્રધાન મોદીની આશરે 12 જેટલી રેલીઓ સમગ્ર રાજસ્થાનમાં યોજવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભાજપને તે વાતનો ભરોસો છે કે વડાપ્રધાનની રેલી બાદ સમગ્ર સમીકરણો બદલાઇ જશે. વડાપ્રધાન મોદીની રેલી બાદ વિરોધના વંટોળ પણ શમી જશે. બીજી તરફ રાજસ્થાનમાં સીએમ વસુંધરા રાજેની વિકાસ યાત્રા છેલ્લા ઘણા મહિનાઓથી ચલાવાઇ રહી છે. હવે વડાપ્રધાન મોદીની રેલી સાથે જ તેને વધારે બળ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે વડાપ્રધાન મોદીની રેલીઓની તારીખ નક્કી કરી દીધી છે. જો કે તે પાંચ દિવસની રેલીઓનું જ આયોજન નક્કી થયું છે. પરંતુ ભાજપ વધારે રેલીઓ પણ આયોજીત કરી શકે છે. કારણ કે રાજસ્થાન પાસેથી વડાપ્રધાનને ઘણી આશાઓ છે.
વડાપ્રધાન મોદીને સ્ટાર પ્રચારક સ્વરૂપે ભાજપે સૌથી મોટુ ચૂંટણી હથિયાર લઇને રાજસ્થાનમાં ઉતરશે. તો બીજી તરફ યોગી આદિત્યનાથને પણ ભાજપ ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ઘણા લોકો ગોરખપુરમઠમાં આસ્થા ધરાવે છે. તેવામાં યોગી આદિત્યનાથ થકી મતદાતાઓને મનાવવાની તૈયારીઓ પણ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે.