પણજી : મુખ્યમંત્રી મનોહર પર્રિકરની લથડી રહેલી તબિયત વચ્ચે ભાજપે રવિવારે કહ્યું કે, તેણે ગોવામાં રાજનીતિક પરિવર્તન અંગે વિચાર ચાલુ કરી દીધો છે. લોકોને અફવાઓ પર ધ્યાન નહી આપવા માટેની અપીલ કરતા પાર્ટીએ તેમ પણ કહ્યું કે, રાજ્યની સરકાર સ્થિર છે. પર્રિકર અગ્નાશયની એખ બિમારીથી પીડિત છે. ભાજપની રાજ્ય મીડિયા સમન્વયક સંધ્યા સાધલેએ એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હી અને ગોવામાં અમારા ભાજપનું નેતૃત્વ મજબુત, સ્થિર છે અને અમે ગોવામાં રાજનીતિક પરિવર્તન અંગે વિચાર ચાલુ કરી દીધુંછે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, અમે સ્થિતિ સાથે સફળતાપુર્વક પહોંચી વળીશું. સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવા અથવા સમાચાર પર ધ્યાન આપે. ગોવાના મંત્રી વિજય સરદેસાઇએ શનિવારે મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં બંન્ને પાઉલા ખાતે તેમનાં આવાસ ખાટે મુલાકાત કરી હતી. સરદેરાઇએ કહ્યું કે, પર્રિકરની તબિયત બગડી ગઇ છે પરંતુ તેમની સ્થિતી હજી પણ સ્થિર છે. 

સાંજે ભાજપે પોતાનાં ધારાસભ્યોની સાથે બેઠક કરીને પર્રિકરે તબિયત ખરાબ થયા બાદ ઉત્પન્ન રાજનીતિક સ્થિતી અંગે ચર્ચા કરી હતી. ભાજપનાં એત નેતાએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું કે, પાર્ટી તમામ ધારાસભ્યોને રાજ્યની બહાર નહી જવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, શનિવારની બેઠકમાં તમામ ધારાસભ્યો સાથે વિશેષ રીતે કહેવામાં આવ્યું કે, અમે રાજ્યથી બહાર નથી જવાનું. સરદેસાઇએ જો કે પરિર્કરની ખરાબ થઇ રહેલી તબિયતને ધ્યાને રાખી રાજ્યમાં કોઇ પણ પ્રકારનાં રાજનીતિક પરિવર્તનની સંભાવનાનો ઇન્કાર કરી દીધો હતો.