`મેરા યાર ઈમરાન ખાન... જીવે જીવે ઈમરાન ખાન,` ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીર રાગ આલાપવાની અને પોતાની વાતોના સમર્થનમાં કોંગ્રેસને કોટ કર્યા બાદ ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીર રાગ આલાપવાની અને પોતાની વાતોના સમર્થનમાં કોંગ્રેસને કોટ કર્યા બાદ ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને ટેગ કરતા ટ્વીટના માધ્યમથી કટાક્ષ કરતા કહ્યું કે તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે આજે તમે ખુશ તો ઘણા હશો કારણ કે ઈમરાન ખાને પોતાના ભાષણમાં તમારી વાતોનો ઉલ્લેખ કર્યો.
UN: ઈમરાન ખાનની હેટ સ્પીચનો ભારતે 'રાઈટ ટુ રિપ્લાય' હેઠળ આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પોતાના ભાષણ દરમિયાન એકવાર ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કરફ્યુ હટ્યા બાદ ત્યાં ખુબ લોહી વહેશે. આ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો.
PM મોદીના ભાષણથી દબાણમાં આવેલા ઈમરાન ખાને પોતાની સ્પીચમાં માર્યો જબરદસ્ત મોટો લોચો
ઈમરાન ખાને પોતાના ભાષણમાં પરમાણુ યુદ્ધની ધમકી આપતા કહ્યું હતું કે હું એવું વિચારું છું કે હું કાશ્મીરમાં હોત અને 55 દિવસથી બંધ હોત તો હું પણ બંદૂક ઉઠાવી લેત. તમે આમ કરીને લોકોને કટ્ટર બનાવી રહ્યાં છો. હું ફરી કહેવા માંગુ છું કે આ ખુબ મુશ્કેલ સમય છે. પરમાણુ યુદ્ધ થાય તે પહેલા સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી છે કે તે કઈંક કરે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. જો બે દેશો વચ્ચે યુદ્ધ થયું તો કઈ પણ થઈ શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...