નવી દિલ્હીઃ દેશમાં સત્તામાં રહેલા પક્ષે સોમવારે ચૂંટણી પંચને જાણિતા અભિનેતા અને તમિલનાડુની પાર્ટી MNMના અધ્યક્ષ કમલ હાસનના ચૂંટણી પ્રચાર પર પાંચ દિવસનો પ્રતિબંધ લગાવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, કમલ હાસને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને આઝાદ ભારતનો 'પ્રથમ હિન્દુ આતંકવાદી' જણાવ્યો હતો. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કમલ હાસને બળવો પોકારવાના હેતુ સાથે કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાવાય તેવું નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમલ હાસન અરાવાકુરિચિ વિદાનસભા વિસ્તારમાં પોતાની પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે આયોજિત ચૂંટણી રેલીમાં 'પ્રથમ હિન્દુ આતંકવાદી'વાળું નિવેદન આપ્યું હતું. આ ચૂંટણી ક્ષેત્રમાં 19મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. ફરિયાદમાં જણાવાયું છે કે, હાસને 'ભારતની ાઝાદી પછી પ્રથમ આતંકવાદી હિન્દુ છે' એવું કહ્યું છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


કમલ હાસનની ટિપ્પણીને ભ્રષ્ટ આચરણ તરીકે સ્થાપિત કરતા ફરિયાદમાં જણાવાયું છે કે, "આ નિવેદન મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં ભીડની હાજરીનો ચૂંટણીમાં ફાયદો લેવા માટે જાણીજોઈને આપવામાં આવ્યં છે. જે જનપ્રતિનિધિત્વ અધિનિયમની 1951ની ધારા 123(3) અંતર્ગત સ્પષ્ટ રીતે ભ્રષ્ટ આચરણ છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...