નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટની ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુધી આવેલા પરિણામો અનુસાર ત્રિપુરા અને નાગાલેન્ડમાં સરકારની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રિપુરામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે બીજીવાર સરકાર બનાવશે. તો નાગાલેન્ડમાં તે NPP સાથે ગઠબંધન કરી સત્તામાં વાપસી કરી રહ્યું છે. જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ સરકારની સ્થિતિ બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પરિણામોની સાથે જાણો 10 મોટી વાતો
1. મેઘાલયમાં ત્રિશંકુની સ્થિતિ છે, એટલે કે કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે પૂર્ણ બહુમતી મળી નથી. તેવી સ્થિતિમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી અને સરકાર બનાવવા માટે સમર્થન માંગ્યું છે. 


2. મેઘાલયમાં સરકારને લઈને પરિણામના ટ્રેન્ડ મળતા જ ઘણી અટકળો હતો. અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ ટ્વીટ પણ કર્યું. તેમણે કહ્યું કે મેઘાલય ભાજપના યુનિટને કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેઘાલયમાં નવી સરકાર માટે એનપીપીનું સમર્થન કરવાની વાત કહી છે. 


આ પણ વાંચોઃ કોણ છે ત્રિપુરાના મહારાજા પ્રદ્યોત, જેમણે ચૂંટણી પહેલા નવી પાર્ટી બનાવી અને....


3. મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા વેસ્ટ ગોરા હિલ્સની દક્ષિણ તુરા સીટથી જીતી ગયા છે તો નાગાલેન્ડમાં નેફ્યૂ રિયોને કોહિમાની ઉત્તરી અંગામી સીટ પરથી જીત મળી છે. 


4. મેઘાલય ભાજપ અધ્યક્ષ અર્નેસ્ટ મૌરીએ મોટો દાવો કરતા કહ્યું કે ભાજપ મેઘાલયમાં બે આંકડો પાર કરશે. આવું પ્રથમવાર થયું છે. અહીં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ સરકાર બનાવવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 


5. ત્રિપુરામાં અત્યાર સુધી ભાજપે 18 સીટ જીતી છે અને 15 પર આગળ છે. સીપીઆઈએમ 2 સીટો જીતી છે અને 9 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 3 સીટો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટી 8 સીટ જીતી ચુકી છે અને 4 સીટ પર આગળ છે. 


6. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બરદોવાલી સીટથી ચૂંટણી જીત્યા છે. ત્રિપુરામાં તે મુખ્યમંત્રીના ઉમેદવાર હતા. 


આ પણ વાંચોઃ મોદી તેરા કમલ ખિલેગા'... જ્યાં PM Modiએ જીતની કરી હતી ભવિષ્યવાણી ત્યાં.....


7. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની જીતને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ અને બંને રાજ્યોની જનતાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ સ્થિરતા અને વિકાસ માટે મતદાન થયું છે. ભાજપ આગળ પણ કામ કરતું રહેશે. બંને રાજ્યોના ભાજપના કાર્યકર્તાઓનો આભાર. તેમણે મહેનત કરી, તેમના પર ગર્વ છે. 


8. નાગાલેન્ડમાં રિપબ્લિકન પાર્ટીના 2 ઉમેદવાર જીતી ગયા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે હજુ કેટલાક ઉમેદવારના જીતની શક્યતા છે. બધા એનડીએનું સમર્થન કરશે. 


9. નાગાલેન્ડની હેકાની જાખાલૂએ દીમાપુર-3 સીટ જીતી લીધી છે. તે નાગાલેન્ડના પ્રથમ મહિલા ધારાસભ્ય બની ગયા છે. આ રાજ્ય 1963માં બન્યું હતું, પરંતુ આજ સુધી કોઈ મહિલા ચૂંટણી જીતી શકી નથી. 


10. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી મુખ્યાલયમાં નોર્થ ઈસ્ટ રાજ્યોના ચૂંટણી પરિણામોને લઈને ભાષણ આપશે. 


આ પણ વાંચો- ત્રિપુરા અને નાગાલેન્ડમાં બમ્પર જીત પણ આજની હાર ચોક્કસપણે ભાજપને કરશે પરેશાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube