નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Amit Shah), રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ શનિવારે દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતાઓ બેઠકમાં થયા સામેલ
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમન, રેલ મંત્રી પીયુષ ગોયલ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અન્ય  મંત્રીઓ સામેલ થયા હતા. બેઠકમાં પાર્ટીના સંગઠનનું કામકાજ સંભાળી રહેલા પદાધિકારીઓ પણ સામેલ થયા હતા. 


વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું મંથન
મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તાર અને ફેરબદલની અટકળોની સાથે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગાની વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. 


આ પણ વાંચોઃ PM મોદી સાથે મીટિંગ બાદ ઉમરે કહ્યું- પહેલાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, પછી ચૂંટણી


રસીકરણ અભિયાન સહિત અનેક મુદ્દે ચર્ચા
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 વિરુદ્ધ રસીકરણ અભિયાન સહિત અન્ય મુચ્ચા પર ભાજપના નેતા સમય-સમય પર ચર્ચા કરતા હોય છે.


હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાની સાથે મંત્રીઓના અલગ-અલગ ગ્રુપ સાથે વિભિન્ન મુદ્દે ચર્ચા કરી હતી. જેપી નડ્ડાએ પણ સંગઠન સ્તર પર મહાસચિવો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને વિવિધ મોર્ચાની સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube