નવી દિલ્હીઃ દિલ્હીમાં ઉપરાજ્યપાલની શક્તિઓ વધારવા સંબંધિલ બિલને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) એ સોમવારે ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે લોકસભામાં એક નવુ બિલ લાવી તેમની ચૂંટાયેલી સરકારની શક્તિઓ ઓછી કરવા ઈચ્છે છે. કેજરીવાલે કહ્યુ કે, આ બિલ સંવિધાનની પીઠના નિર્ણયથી વિપરીત છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ બિલને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. 


રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી (સંશોધન) વિધેયક 2021ને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બિલમાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કેજરીવાલનું ટ્વીટ, 'દિલ્હીના લોકો દ્વારા નકાર્યા (વિધાનસભામાં આઠ સીટો અને હાલમાં એમસીડી પેટાચૂંટણીમાં એક પણ સીટન મળ્યા) બાદ ભાજપ આજે લોકસભામાં એક બિલ દ્વારા ચૂંટાયેલી સરકારની શક્તિઓને ઓછી કરવા ઈચ્છે છે. આ બિલ સંવિધાનની પીઠના નિર્ણયથી વિપરિત છે. અમે ભાજપના બિનબંધારણીય અને લોકતંત્ર વિરોધી પગલાની નિંદા કરીએ છીએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube