નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) 2019ની લોકસભા ચૂંટણીમાં જીત માટે બહુજન સમાજ પાર્ટી (BSP)ની ફોર્મ્યુલા પર કામ કરશે. તે લોકસભાની 543 લોકસભા સીટ પર દરેકનો એક ઇન્ચાર્જ બેસાડશે. સાથે જ દરેક રાજ્યમાં 11 સભ્યોની કમિટી પણ બનાવશે જેથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરવામાં આવી શકે. આ મુદ્દે બે પાર્ટી નેતાઓએ જણાવ્યુંકે, ઇન્ચાર્જ  અથવા પ્રભારી લોકસભા નિર્વાચન ક્ષેત્રની બહારનો હશે, જે સતત મોનિટરિંગ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ 11 સભ્યોની પેનલને ચૂંટણી તૈયારી ટોળી નામ આપવામાં આવ્યું છે, જે રાજ્ય સાથે જોડાયેલા 13 ખાસ કાર્યો પર નજર રાખશે. એવું પહેલીવાર થશે જ્યારે ભાજપ દરેક લોકસભા સીટ પ્રભારી નિયુક્ત કરશે. આ મોડલ બસપા અપનાવતી રહે છે અને દરેક રાજ્યમાં એક ટીમની રચના કરતી રહે છે જેથી સંસદીય ચૂંટણીની તૈયારીઓ થઇ શકે.

ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી
ભાજપ સાથે જોડાયેલા નેતાઓએ કહ્યું કે, અમે ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. શરૂઆતમાં અમે અમારી નબળાઇઓ અને શક્તિની ઓળખ કરીશું. પાર્ટીનો પ્રયાસ 2019ની ચૂંટણી 2014ની તુલનાએ અને મોટા અંતરથી જીતવાની છે. મોદી-શાહની જોડી સંગઠનનાં કામકાજ પર સંપુર્ણ ધ્યાન આપી રહી છે.

આ સંપુર્ણ પ્રક્રિયા સંગઠન સામે હાલનાં પડકારોને ઓળખવા માટેની છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે દરેક રાજ્યની મુલાકાત ચાલુ કરી દીધી છે. તેઓ 10 જુને છત્તીસગઢ ગયા હતા અને તેમની યોજના જુલાઇના અંત સુધીમાં દરેક રાજ્યની મુલાકાત યોજવા માટેની છે. આ દરમિયાન તેઓ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપને કેટલાક રાજ્યોમાંથી પડકારો મળી રહ્યા છે. જેથીયુપીમાં એસપી અને બસપા તેનાં માટે પડકારો છે. બીજી તરફ કર્ણાટકમાંકોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન રસ્તાનો રોડો છે, ભાજપ આ પડકારને પાર મેળવવા માટે પહેલા જ પગલું ઉઠાવશે.